Tokyo Olympics: મેડલથી એક ડગલુ દૂર ભારતીય બૉક્સર લવલીના બોરગોહેનની નાનકડા ગામથી ઓલિમ્પિક સુધીની સફર
ભારતીય બૉક્સર લવલીના બોરગોહેન ઓલિમ્પિકમાં મેડલથી હવે માત્ર એક ડગલુ દૂર છે. આવો, જાણીએ તેની ઓલિમ્પિક સુધીની સફર.
ટોક્યોઃ ભારતીય બૉક્સર લવલીના બોરગોહેન ઓલિમ્પિકમાં મેડલથી હવે માત્ર એક ડગલુ દૂર છે. જે રીતે તેણે જર્મનીની નદીન અપેઝને હરાવીને ક્વાર્ટરફાઈનલમાં જગ્યા બનાવી ત્યારબાદ દેશને વધુ એક ઓલિમ્પિક મેડલની આશા જીવંત થઈ છે. પોતાની જીત બાદ લવલીનાએ કહ્યુ કે ઓલિમ્પિકમાં જવુ મારુ સપનુ હતુ. જ્યારથી મે બૉક્સિંગની શરૂઆત કરી ત્યારબાદ ઉઝબેકિસ્તાનની મફ્તુનાખો મેલિવા સામે મારી જીત આ દિશામાં પહેલુ પગલુ હતુ. લવલીનાનો જન્મ આસામના ગોલઘાટ જિલ્લાના બારો મુખિયા ગામમાં થયો હતો.

મને બૉક્સિંગ વિશે કંઈ જ ખબર નહોતી
જ્યારે સાઈ કોચ પદુમ બારો 2012માં બારો મુખિયા ગામમાં આવ્યા ત્યારે લવલીનાએ પણ ટ્રાયલ આપી અને ગુવાહાટીમાં ટ્રેનિંગનો મોકો મળ્યો. તેની આ પસંદગીનો અર્થ હતો કે લવલીનાને ગામ છોડવુ પડ્યુ અને ગામથી 300 કિલોમીટર દૂર શહેરમાં જવુ પડ્યુ. લવલીના કહે છે કે મને બૉક્સિંગ વિશે કંઈ પણ ખબર નહોતી. હું બસ મેરી કૉમ દીદી વિશે સ્થાનિક છાપાઓમાં વાંચ્યા કરતી હતી. જ્યારે બારો સરે મારી બૉક્સિંગમાં પસંદગી કરી ત્યારે અમારા અમુક સંબંધીઓ અને પડોશીઓએ માતાપિતાને કહ્યુ કે તે પોતાની દીકરીને ટ્રેનિંગમાટે ગુવાહાટી ના મોકલે પરંતુ મારા માતાપિતાએ મારા સાથ આપ્યો.

આના માટે ખચકાતી હતી...
વર્ષ 2016ના અંતમાં લવલીનાને 75 કિલોગ્રામના સીનિયર વર્ગમાં શામેલ કરવામાં આવી. લવલીના પોતાના પ્રતિસ્પર્ધીને મારતા ડરતી હતી. એ દરમિયાન લવલીનાને સંધ્યા ગુરુંગ કોચિંદ આપી રહ્યા હતા. સંધ્યાએ જણાવ્યુ કે ઘણા જૂનિયર ખેલાડી સીનિયર ખેલાડીને મારતા ડરતા હતા. આવુ જ લવલીના સાથે પણ હતુ. અમે તેમની સાથે કામ કર્યુ, તેમની લેગ પોઝીશન સહિત તમામ ખામીઓને દૂર કરી. વિયેતનામમાં એશિયન ચેમ્પિયનશિપ પહેલા લવલીનાની મુલાકાત પૂના બેનીવાલ સાથે થઈ કે જે 2006માં કૉમનવેલ્થ ગેમના ચેમ્પિયન અખિલ કુમારના પત્ની હતી. બેનીવાલે લવલીનાને કહ્યુ કે તે પોતાના પગનો ઉપયોગ કરે અને બે વારની અમેરિકાની ચેમ્પિયન ક્લેરેસા શીલ્ડના વીડિયો જુએ.

વીડિયો જોઈને કલાકો પ્રેકટીસ કરી
લવલીનાએ કહ્યુ કે સંધ્યા મેમે મને પ્રાથમિક વસ્તુઓ શીખવી, મને કાઉન્ટર એટેક કરવાનુ શીખવ્યુ. જ્યારે હું નેશનલ કેમ્પમાં આવી તો મેરી કૉમ, પૂજા રાની જેવા ખેલાડીઓ પાસે જતા ખચકાતી હતી પરંતુ મે સમય વીતાવ્યો. પછી હું તેમની પાસે ટીપ્સ લેતા ખચકાતી નહોતી. જ્યારે પૂનમ મેમે મને જણાવ્યુ કે મને ક્લેરેસાના વીડિયો જોવાની સલાહ આપી તો હું કલાકો સુધી તેમના વીડિયો જોતી હતી અને જોઈને અભ્યાસ કરતી હતી.
છેલ્લા બે વર્ષમાં થયો ઘણો સુધારો
છેલ્લા બે વર્ષોની વાત કરીએ તો લવલીનાએ બે કાંસ્ય પદક દિલ્લી અને રશિયામાં 2018 અને 2019માં વર્લ્ડ ચિમ્પિયનશિપમાં જીત્યા. લવલીનાના ઈટાલિયન કોચે જણાવ્યુ કે શરૂઆતમાં મે તેની લેગ મૂવમેન્ટ ઠીક કરાવી. તેને સમજાવ્યુ કે તે અલગ-અલગ એંગલથી હુમલો કરવા માટે શરીરને મૂવ કરી શકે છે. તેની તાકાત તેનો સ્ટેમિના છે, છેલ્લા બે વર્ષમાં તેનો રિએક્શન ટાઈમ ઘણો સારો થયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
