Tokyo Olympics: દીપિકા કુમારીએ રેંકિંગ રાઉન્ડમાં 9મું સ્થાન હાંસલ કર્યું
Tokyo Olympics: દીપિકા કુમારીએ રેંકિંગ રાઉન્ડમાં 9મું સ્થાન હાંસલ કર્યું
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના અભિયાનની શરૂઆત આજથી 23 જુલાઈથી તીરંદાજીમાં ભારતની દીપિકા કુમારીના રેંકિંગ રાઉન્ડ સાથે થઈ ગઈ છે. શરૂઆતી મુકાબલો મહિલાઓના ઈન્ડિવિઝ્યૂઅલ રાઉન્ડનો થયો જેમાં દીપિકા કુમારીને 9મું સ્થાન હાંસલ થયું છે. આગલા રાઉન્ડમાં તેઓ ભૂટાનની કર્મા સાથે મુકાબલો કરશે જેમણે આજે પોતાનો સર્વશ્રેષ્ઠ 616નો સ્કોર બનાવ્યો.

દીપિકાએ 663 સ્કોર કર્યો. જ્યારે 680ના સ્કોર સાથે દક્ષિણ કોરિયાની એએન સાન ટૉપ પર રહી અને તેમણે લીના હેરાસિમેંકોના 1996માં 673 અંકોના પાછલા રેકોર્ડને તોડી નાખ્યો.
રેંકિંગ રાઉન્ડમાં ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ તીરંદાજોને સામેલ કરવામાં આવે છે અને કોઈપણ બહાર નથી થતું. આ રાઉન્ડની ખાસિયત છે કે જે તીરંદાજ જેટલું સારું પ્રદર્શન કરતો જાય તેને તે હિસાબે રેંક મળી જાય ચે અને પછી આગલા નૉકરાઉંડમાં તેનો મુકાબલો પોતાનાથી નાના રેંકના તીરંદાજ સાથે થાય છે જેથી તેની પ્રતિયોગિતામાં આગળ સુધીની સફર ખેડવાના ચાંસ વધી જાય છે.
આ રેંકિંગ રાઉન્ડમાં તમામ 64 તીરંદાજ ભાગ લઈ રહ્યા છે જેમાં 72 તીર શૂટ કરવા માટે કહેવાય છે અને પછી તેમના સ્કોરના હિસાબે રેંક આપવામાં આવે છે. જે બાદ પહેલા રેંકના તીરંદાજને 64મા રેંકના તીરંદાજ સાથે મુકાબલો કરવાનો હોય છે અને બીજા રેંકના તીરંદાજે 63મા રેંક સાથે મુકાબલો કરવાનો થશે. આ પ્રકારે આગળના રાઉન્ડમાં મુકાબલા થતા જશે.
આ હિસાબે તીરંદાજીમાં 2 હરીફો બાકી રહે અને મુકાબલો ગોલ્ડ મેડલનો હોય ત્યાં સુધી હરિફાઈ ચાલુ રહે છે. જ્યારે સેમિફાઈનલમાં હારનાર બે આર્ચરે કાંસ્ય પદક માટે પરસ્પર મુકાબલો કરવો પડશે.
દીપિકા કુમારીએ 64 ખેલાડીઓમાં શાનદાર પ્રદર્શન કરતાં પહેલા હાફમાં ખુદને નંબર 4 પર પહોંચાડી દીધા. તેઓ આ હાફમાં મોટાભાગના અવસર પર નંબર 10ની આસપાસ રહ્યાં પરંતુ બાદમાં તેમણે જબરદસ્ત રમત દેખાડી. આ દરમિયાન દક્ષિણ કોરાયની 20 વર્ષની તીરંદાજ એએન સાન ટૉપ પર રહી.
જો કે બીજા હાફ બાદ દીપિકાની રેંકિંગ ફરી એકવાર નીચે ચાલી ગઈ અને 48 તીરોના રાઉન્ડ સુધી તે 8મા સ્થાન પર હતી. જે બાદ દીપિકાની ગેમ ફરીથી પોઈન્ટ પર રહી અને 60મા રાઉન્ડ સુધી છઠ્ઠા સ્થાન પર પહોંચી ગઈ.
ભારત તરફથી મહિલાઓમાં દીપિકા કુમારી, પુરુષોમાં અતનુ દાસ, તરુનદીપ રાય અને પ્રવીણ જાદવ તીરંદાજમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
