Tokyo Olympics: તિરંદાજી રેંકિંગ રાઉન્ડમાં કોરિયાનો જલવો, 35માં નંબરે રહ્યા અતનુ દાસ
ભારતની તિરંદાજ દીપિકા કુમારીના રાઉન્ડ બાદ ઑલિમ્પિક 2020ના તિરંદાજી રેંકિંગ રાઉન્ડમાં પુરુષ વ્યક્તિગત રેંકિંગ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. જાણો પરિણામ.
ટોક્યોઃ ભારતની તિરંદાજ દીપિકા કુમારીના રાઉન્ડ બાદ ઑલિમ્પિક 2020ના તિરંદાજી રેંકિંગ રાઉન્ડમાં પુરુષ વ્યક્તિગત રેંકિંગ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. દુનિયાભરના ટૉપ 64 તિરંદાજોના આ રેંકિંગ રાઉન્ડમાં ભારતના અતનુ દાસ, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવ આગલા રાઉન્ડ માટે પોતાનુ રેંકિંગ સેટ કરવા માટે ઉતર્યા પરંતુ ત્રણેમાંથી કોઈ પ્રભાવ છોડી શક્યા નહિ.

મહિલા તિરંદાજોની જેમ પુરુષ તિરંદાજીમાં પણ દક્ષિણ કોરિયાનો જલવો છવાયેલો રહ્યો. કિમ જે ડિઓક 688 પોઈન્ટ સાથે ટૉપ પર રહ્યા, નંબર ત્રણ અને ચાર પર પણ કોરિયાનો કબ્જો રહ્યો. વળી, ભારતના અતનુ દાસને 653 પોઈન્ટ સાથે 35માં સ્થાનથી સંતોષ કરવો પડ્યો. પ્રવીણ જાધવ 656 પોઈન્ટ સાથે 31મુ સ્થાન મેળવ્યુ અને તરુણદીપ રાયે 652 પોઈન્ટ સાથે 37મુ સ્થાન મેળવ્યુ.
પહેલા હાફ એટલે કે 36 તીરોના રાઉન્ડ બાદ કોરિયાએ જ બાજી મારી હતી. ટૉપ બેમાંથી કોરિયાના તીરંદાજ હતા જ્યારે ભારતના પ્રવીણ જાધવ 329 સ્કોર સાથે 30માં નંબરે હતા. તેમની નીચે અતનુ દાસ હતા જે એટલા જ પોઈન્ટ સાથે 31માં નંબરે હતા. 45માં નંબરે તરુણદીપ રાયનો નંબર હતો જે 323 જ પોઈન્ટ મેળવી શક્યા હતા. દાસે આગલા અમુક રાઉન્ડ્માં સારા શૉટ્સ બતાવ્યા અને 26માં સ્થાને આવી ગયા પરંત પછી 54માં રાઉન્ડ સુધી તે ફરીથી 30માં સ્થાને જતા રહ્યા.
ઓલિમ્પિકમાં તીરંદાજીના રેંકિંગ મુકાબલા ઑફિશિયલ મેચ નથી હોતા કારણે આમાં કોઈ તીરંદાજ બહાર નથી થતો પરંતુ તેનુ પોતાનુ મહત્વ હોય છે કારણકે આ જ મુકાબલાથી ખેલાડીની જે રેંકિંગ બને છે તેના હિસાબે આગલા રાઉન્ડમાં તેને પોતાનો પ્રતિસ્પર્ધી મળે છે. જેમ કે દીપિકા કુમારીએ મહિલાના રાઉન્ડમાં નંબર 9 પર સમાપ્ત કર્યુ અને હવે તેને આગલા રાઉન્ડમાં 56માં સ્થાન પર જ રહેલી ભૂટાનની કર્મા સાથે મુકાબલો કરવાનો છે. નોંધનીય છે કે આગલા રાઉન્ડમાં પણ દીપિકાની જીત નક્કી જ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
