Tokyo 2020: લવલીનાની બૉક્સિંગમાં કમાલ, ચાનૂ પછી ભારતનો બીજો ઓલિમ્પિક મેડલ કર્યો પાક્કો
ઓલિમ્પિક 2020ના વુમન્સ વર્ગમાં ભારતની લવલીના બોર્ગોહેને છેવટે દેશ માટે વધુ એક મેડલ પાક્કો કરી દીધો છે.
ટોક્યોઃ ઓલિમ્પિક 2020ના વુમન્સ વર્ગમાં ભારતની લવલીના બોર્ગોહેને છેવટે દેશ માટે વધુ એક મેડલ પાક્કો કરી દીધો છે. તેમણે ચાઈનીઝ તાઈપે ચેન નિએન-ચિનને ક્વાર્ટર ફાઈનલમાં મ્હાત આપીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ લવલીનાએ ભારતને મેડલ તરફ વધુ એક પગલુ આગળ વધારી દીધુ છે. બૉક્સિંગમાં ક્વાર્ટર ફાઈનલ જીતવાનો અર્થ છે કે કમસે કમ કાંસ્ય પદક પાક્કો થઈ જાય છે. મેરી કૉમની વિદાઈ બાદ આ ભારત માટે ઓલિમ્પિકમાંથી મોટા સમાચાર છે.

લવલીનાએ શરૂઆત બહુ આક્રમક નહોતી કરી પરંતુ તે સમય પસાર થવા સાથે પહેલા રાઉન્ડમાં ચપળતા મેળવતી ગઈ. આ મુકાબલો કટ્ટર રહ્યો જેને જજોએ લવલીનાના પક્ષમાં આપ્યો. ત્રણે જજોએ લવલીનાના પક્ષમાં નિર્ણય આપ્યો. બીજા રાઉન્ડમાં એકબીજા પર પ્રહારની કોશિશો તેજ થઈ. ચિને અહીં વધુ પ્રયત્નો કર્યા. પરંતુ લવલીનાએ બીજા રાઉન્ડમાં પણ બાજી મારી અને પાંચે જજનોએ તેને પોઈન્ટ આપ્યા.
ત્રીજા રાઉન્ડમાં પણ લવલીનાએ પોતાની મજબૂત જીત તરફ આગળ વધી. લવલીના માટે આ સફર સરળ નહોતી કારણકે તેને કોવિડ-19ના કારણે યુરોપમાં પોતાની ટ્રેનિંગ પણ મિસ કરવી પડી હતી પરંતુ તેણે બધા વિરોધાભાસોમાંથી બહાલ નીકળીને જે રીતે વાપસી કરી તે કમાલની છે. સેમીફાઈનલમાં લવલીનાનો મુકાબલો પહેલી સીડની બૉક્સર સાથે થશે. લવલીના બોર્ગોહેનની સેમીફાઈનલ પ્રતિસ્પર્ધી તુર્કીની બુસેનાજ સુરમેનેલી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
