2022માં આ ભારતીય બોલરે સૌથી વધુ વિકેટ લીધી, આ છે ટોપ 5 ખેલાડી
2022નું વર્ષ બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલના નામે રહ્યું છે. ભારતીય બોલર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે આ વર્ષે 32 ઇનિંગ્સમાં 44 વિકેટ લીધી છે.
ક્રિકેટના મેદાન પર ભારત માટે 2022નું વર્ષ સારૂ નથી રહ્યું. ટી20 વર્લ્ડકપમાં ખરાબ રીતે હારને લઈને સતત વિવાદો ચાલતા રહ્યા છે. આ વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીપ અને સ્ટાર ખેલાડીઓના પ્રદેશન પર પણ ઘણા સવાલો ઉઠ્યા છે. જો કે આ બધી ઘટનાઓ વચ્ચે ભારતીય બોલરોએ ઘણુ સારૂ પ્રદર્શન કર્યુ છે. આજે આપણે ભારતના 2022ના ટોપ 5 બોલર વિશે વાત કરવાના છીએ.

યુઝવેન્દ્ર ચહલ
2022નું વર્ષ બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલના નામે રહ્યું છે. ભારતીય બોલર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે આ વર્ષે 32 ઇનિંગ્સમાં 44 વિકેટ લીધી છે. ખાસ વાત એ છે કે યુઝવેન્દ્ર ચહલે આ તમામ વિકેટ માત્ર વનડે અને ટી-20માં જ લીધી છે.

અક્ષર પટેલ
અક્ષર પટેલ પણ સફળ બોલરોની યાદીમાં સામેલ છે. આ વર્ષે ભારત માટે અક્ષર પટેલ બીજો સૌથી સફળ બોલર રહ્યો છે. અક્ષર પટેલે 35 ઇનિંગ્સમાં કુલ 42 વિકેટ લીધી છે.

મોહમ્મદ સિરાજ
મોહમ્મદ સિરાજ માટે 2022નું વર્ષ યાદગાર રહેશે. તે આ વર્ષે ભારત માટે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. મોહમ્મદ સિરાજે વર્ષ 2022માં 27 ઇનિંગ્સમાં 41 વિકેટ ઝડપી છે.

જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહ ભારતીય ટીમનો મહત્વનો બોલર છે. આ લિસ્ટમાં તે ચૌથા નંબરે છે અને બુમરાહે આ વર્ષે 20 ઇનિંગ્સમાં 39 વિકેટ લીધી છે. તેની ધારદાર બોલરોથી તે બેટ્સમેનની મુશ્કેલી વધારે છે.

ભુવનેશ્વર કુમાર
ભારતીય ટીમના અનુભવી બોલરોમાંથી એક ભુવનેશ્વર કુમાર આ વર્ષે ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં પાંચમા નંબરે છે. ભુવનેશ્વર કુમારે 2022માં 33 ઇનિંગ્સમાં કુલ 37 વિકેટ ઝડપી છે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
