ભારતના આ બે ખેલાડીઓ હાર્દિક પંડ્યાની જગ્યા લઈ શકે છે!
શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યુ છે. શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ ટીમે વનડે સિરીઝ 2-1થી જીતી હતી અને ત્યારબાદ ટી 20 શ્રેણીની પહેલી મેચ પણ જીતી લીધી હતી.
શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યુ છે. શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ ટીમે વનડે સિરીઝ 2-1થી જીતી હતી અને ત્યારબાદ ટી 20 શ્રેણીની પહેલી મેચ પણ જીતી લીધી હતી. જો કે, આ સમય દરમિયાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ખૂબ નબળું હતું. તેણે બે વનડેમાં 19 અને 0 રન બનાવ્યા હતા અને પ્રથમ ટી 20 માં તે 10 રને આઉટ થયો હતો. હાર્દિકે પોતાનું ફોર્મ ગુમાવ્યુ હોય લાગી રહ્યું છે. આ સ્થિતિમાં તે ટીમ મેનેજમેન્ટ માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે બે ખેલાડીઓના નામ લીધા છે, જે હાર્દિક પંડ્યાની જગ્યા લઈ શકે છે.

ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આઇસીસી ટી -20 વર્લ્ડ કપ પહેલા હાર્દિકની ફોર્મમાં પાછા આવવાની અપેક્ષા રખાય તે સ્વભાવિક છે. હાર્દિક બોલિંગ સાથે સાથે બેટથી પ સારો ફિનિશર છે. હાર્દિક વિશે વાત કરતા સુનિલ ગાવસ્કરે કહ્યું કે, જો બે ખેલાડીઓને સારી રીતે તૈયાર કરવામાં આવે તો હાર્દિકની જગ્યા ભરી શકાય તેમ છે.
ગાવસ્કરે આ બે ખેલાડીઓના નામ લીધા
ગાવસ્કરે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, "એક બેકઅપ છે. તમે હાલમાં જ દીપક ચહરને જોયો. તેણે સાબિત કર્યું કે તે ઓલરાઉન્ડર બની શકે છે. તમે ભુવનેશ્વર કુમારને તક આપી નહોતી. બે-ત્રણ વર્ષ પહેલાં જ્યારે શ્રીલંકામાં ભારત રમ્યું હતું ત્યારે ભુવનેશ્વરે ધોની સાથે મળીને એક મેચ ભારતને જીતાવી હતી. આ મેચ પણ બીજા વનડે જેવી જ હતી. 7-8 વિકેટ ગુમાવ્યા બાદ ધોની અને ભુવનેશ્વરે ભારતને મેચ જીતાવી હતી.
બીજી વનડેમાં અણનમ 69 રન બનાવીને દીપક ચહરે સાબિત કરી દીધું કે તે બેટ સાથે વધુ ઉપયોગી થઈ શકે છે. ભુવનેશ્વર કુમાર એક મેચમાં 19 રન બનાવીને શાંત અને સંયમિત દેખયો. તેથી જ ગાવસ્કરને લાગે છે કે જો આ બંને ખેલાડીઓની સારી વ્યવસ્થા કરવામાં આવે તો તે ઓલરાઉન્ડર બની શકે છે. 71 વર્ષના ગાવસ્કરે એમ પણ કહ્યું કે, નજીકના ભવિષ્યમાં આ બંને ખેલાડીઓને ઓલરાઉન્ડર તરીકે વધુ તકો આપવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
