ટીમના ખરાબ પ્રદર્શનને લઈને હોકી ટીમના કોચે રાજીનામું આપ્યુ
ભારતીય હોકી ટીમ વર્લ્ડકપમાંથી બહાર રહ્યાં બાદ હવે ટીમના મુખ્ય કોચે પદ છોડી દીધુ છે. ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેમને રાજીનામું આપ્યુ છે.
નવી દિલ્હી : ભારતીય હોકી ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયા બાદ હવે કોચે રાજીનામું આપ્યુ છે. ભારતીય હોકી ટીમ વર્લ્ડકપમાંથી નોક આઉટ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. હવે મુખ્ય કોચે પદ છોડવાની જાહેરાત કરી છે. હોકી ટીમના કોચ ગ્રેહામ રીડે પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. વર્લ્ડ કપમાં જર્મનીની ટીમ ચેમ્પિયન બની અને ભારતીય ટીમ 9માં સ્થાને રહી છે.

મળતી વિગતો અનુસાર મુખ્ય કોચ ગ્રેહામ રીડ સિવાય એનાલિટિકલ કોચ ગ્રેગ ક્લાર્ક અને સાઈન્ટિફિક સલાહકાર મિશેલ ડેવિડ પણ પોતાના રાજીનામા આપી દીધા છે. હોકી ઈન્ડિયાના વડા દિલીપ તિર્કીને રાજીનામું સોંપનારા ગ્રેહામ રીડે 2019માં ભારતીય હોકી ટીમના મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ક્વાર્ટર ફાઇનલમાં રમવાની બાકાત રહી. ક્રોસઓવર મેચમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે શૂટઆઉટમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. નવમા સ્થાન માટે ભારતીય ટીમે ક્લાસિફિકેશન મેચમાં જાપાનની ટીમને હરાવી હતી.
ઓડિશામાં યોજાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં જર્મની અને બેલ્જિયમ સામસામે હતા. રવિવારે કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી મેચ બંને હાફના અંતે જર્મની અને બેલ્જિયમ વચ્ચે 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. ત્યારબાદ શૂટઆઉટમાં જર્મનીએ 5-4થી જીત મેળવીને ત્રીજી વખત ટાઇટલ પોતાના નામે કર્યુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
