Team India New Jersey : ભારતીય ટીમની નવી જર્સી પરથી બીસીસીઆઈએ પરદો હટાવ્યો, જુઓ ફોટો
Team India New ODI Jersey : ભારતીય ટીમની નવી વન ડે જર્સી પરથી પરદો હટી ગયો છે. બીસીસીઈએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી ક્રિકેટ ફેન્સ સામે રાખી છે.
બીસીસીઆઈ અધ્યક્ષ જય શાહે મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે એક કાર્યક્રમમાં નવી જર્સી લોંચ કરી. ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સીમાં ઘણા સુધારા કરાયા છે.

જર્સી લોન્ચ કર્યા બાદ હરમનપ્રીતે તેની ખાસિયત જણાવી, જેનો વીડિયો બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
વીડિયોમાં હરમનપ્રીત કૌર જણાવી રહી છે કે, મારા માટે સન્માનની વાત છે કે મારી હાજરીમાં નવી જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું છે. હું તેના દેખાવથી ખૂબ જ ખુશ છું. ખાસ કરીને ખભા પર ત્રિરંગાથી ખુશ છું.
જણાવી દઈએ કે, મહિલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી પહેલા નવી જર્સી પહેરશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવી રહી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની સિરીઝ રમાવા જઈ રહી છે. T20 સિરીઝ 15 ડિસેમ્બરથી શરૂ થશે. આ શ્રેણીની તમામ મેચો મુંબઈમાં રમાશે. OD સિરીઝ 22 ડિસેમ્બરથી તમામ મેચો સાથે વડોદરામાં રમાશે.
જણાવી દઈએ કે, ભારતની મહિલા ક્રિકેટ ટીમ ત્રણ મેચની વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ સિરીઝમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં રમશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે 5 ડિસેમ્બર અને બીજી 8 ડિસેમ્બરે રમાશે. આ બંને મેચ બ્રિસ્બેનમાં રમાશે. ત્રીજી મેચ 11 ડિસેમ્બરે પર્થમાં રમાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
