ટીમ ઈન્ડિયાના નવા કોચની નિમણૂક, વર્લ્ડ કપ બાદ લાગી રહેલી અટકળોનો અંત આવ્યો
વર્લ્ડ કપ પુરો થતા જ ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પુરો થયો હતો. આ પછી નવા કોચની અટકળો શરૂ થઈ હતી. હવે બીસીસીઆઈએ આ અટકળોનો અંત કર્યો છે.
બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચના નામની જાહેરાત કરી દીધી છે. બોર્ડે મોટો નિર્ણય લેતા કોચિંગ સ્ટાફનો કોન્ટ્રાક્ટ વધારવાની જાહેરાત કરી છે.

બીસીસીઆઈની જાહેરાત અનુસાર, રાહુલ દ્રવિડ મુખ્ય કોચ રહેશે. તેમનો કાર્યકાળ વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ ગયો હતો પરંતુ કોન્ટ્રાક્ટ વધારવાના કારણે તે કોચ બની રહેશે. BCCIએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કોચિંગ કોન્ટ્રાક્ટ વધારવાની જાહેરાત કરી છે.
બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ વધારવા સાથે રાહુલ દ્રવિડ તેમજ વીવીએસ લક્ષ્મણની પણ પ્રશંસા કરી છે. બોર્ડે કહ્યું કે દ્રવિડ અને લક્ષ્મણે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે સાથે મળીને કામ કર્યું છે.
બીજી તરફ રાહુલ દ્રવિડે કહ્યું કે, ટીમ સાથેના બે વર્ષ યાદગાર રહ્યા અને ઘણા ઉતાર-ચઢાવ જોયા. આ પ્રવાસમાં ટીમમાં સંવાદિતા હતી.
દ્રવિડે ડ્રેસિંગ રૂમના કલ્ચર પર પણ નિર્ણાયક પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, અમે આવી સંસ્કૃતિ વિકસાવી છે અને અમને તેનો ગર્વ છે. પ્રતિકૂળ સમયમાં પણ આપણી સંસ્કૃતિ કઠોર નથી, લવચીક રહે છે. ટીમમાં જે પ્રતિભા અને કૌશલ્ય છે તે અસાધારણ છે. અમે યોગ્ય પ્રક્રિયા સાથે કામ કરવાનો આગ્રહ કર્યો છે.
NEWS 🚨 -BCCI announces extension of contracts for Head Coach and Support Staff, Team India (Senior Men)
— BCCI (@BCCI) November 29, 2023
More details here - https://t.co/rtLoyCIEmi #TeamIndia
જણાવી દઈએ કે, રાહુલ દ્રવિડ મુખ્ય કોચ અને વિક્રમ રાઠોડ બેટિંગ કોચ રહેશે. પારસ મહામ્બ્રે બોલિંગ કોચ અને ટી દિલીપ ફિલ્ડિંગ કોચ રહેશે. માનવામાં આવતું હતું કે વર્લ્ડ કપ પછી કોચિંગ સ્ટાફમાં ફેરફાર થશે પરંતુ હવે કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો છે.
દ્રવિડ અને અન્ય સ્ટાફનો કાર્યકાળ પૂરો થયા બાદ ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં કામચલાઉ કોચિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી. વીવીએસ લક્ષ્મણને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. ત્રણ મેચ બાદ ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
