T20 world cup 2022 : આ છે ટી20 વર્લ્ડકપ રમનારા સૌથી મોટી ઉમરના ખેલાડીઓ!

ક્રિકેટના સૌથી મોટા તહેવાર ગણાતા T20 વર્લ્ડકપે હવે ગણતરીના દિવસો બાકી છે. 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આ વર્લ્ડકપમાં છક્કા-ચોક્કાનો વરસાદ જોવા મળશે.

નવી દિલ્હી : ક્રિકેટના સૌથી મોટા તહેવાર ગણાતા T20 વર્લ્ડકપે હવે ગણતરીના દિવસો બાકી છે. 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આ વર્લ્ડકપમાં છક્કા-ચોક્કાનો વરસાદ જોવા મળશે. આજે આ જ વર્લ્ડકપના એવા ખેલાડીઓ વિશે વાત કરવાના છીએ જે સિક્સર કિંગ તરીકે ઓળખાય છે અને સૌથી મોટી ઉમરે વર્લ્ડકપ રમી રહ્યા છે.

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નરની ગણતરી ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ખેલાડીઓમાં થાય છે. તે પોતાના ફોર્મમાં હોય છે ત્યારે તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી શકે છે. તેની ઉંમર 35 વર્ષ અને 347 દિવસ છે. છેલ્લી ટુર્નામેન્ટમાં તેણે ઓસ્ટ્રેલિયાને પોતાના દમ પર ટાઈટલ જીતાડ્યુ હતું.

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિકે IPL 2022માં RCB માટે ધમાકેદાર રમત દેખાડી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા ફિનિશર તરીકે ઉભરી આવ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તે હવે 37 વર્ષ અને 130 દિવસનો છે.

શાકિબ અલ હસન

શાકિબ અલ હસન

બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન તેની ટીમનો સૌથી મોટો ખેલાડી છે. તેની ઉંમર 35 વર્ષ અને 199 દિવસ છે. શાકિબ અલ હસને 102 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 2061 રન અને 122 વિકેટ લીધી છે.

માર્ટિન ગુપ્ટિલ

માર્ટિન ગુપ્ટિલ

ન્યુઝીલેન્ડના વિસ્ફોટક ખેલાડી માર્ટિન ગુપ્ટિલ ટી20 ફોર્મેટનો શાનદાર ખેલાડી છે. તેની પાસે ઓસ્ટ્રેલિયન પીચો પર રમવાનો પુષ્કળ અનુભવ છે, જે ટીમ માટે ઉપયોગી થઈ શકે છે. તે હવે 36 વર્ષ અને 9 દિવસનો છે.

મોહમ્મદ નબી

મોહમ્મદ નબી

અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીની ઉંમર 37 વર્ષ 281 દિવસ છે. T20 વર્લ્ડ કપ 2022 માટે સીધા જ ક્વોલિફાય કરનાર આઠ ખેલાડીઓમાં તે સૌથી વૃદ્ધ ખેલાડી છે. તેણે અફઘાનિસ્તાન માટે 101 T20 મેચ રમી છે, જેમાં તેણે 1669 રન બનાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X