T-20: 5 વર્ષ બાદ આજે ભારત-પાકિસ્તાન ટકરાશે
બેંગ્લોર, 25 ડિસેમ્બર: ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાની જંગ આજથી પ્રથમ ટી20 મેચના રૂપમાં શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇ આતંકી હુમલાના પાંચ વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની શરૂઆત થઇ છે.
ઇગ્લેંડ વિરૂદ્ધ તાજેતરની શૃખંલા દરમિયાન ભારત અને પાકિસ્તાને બે ટી20 અને ત્રણ વનડે મેચ રમાઇ હતી. ઇગ્લેંડની ટીમ હાલમાં ક્રિસમસ અને નવવર્ષની રજાઓ માણવા માટે સ્વદેશ પરત ફરી છે. ભારત અને પાકિસ્તાને છેલ્લી વાર 2007માં દ્રિપક્ષીય શૃંખલા રમાઇ હતી. ત્યારબાદ આઇસીસીની ટૂર્નામેન્ટોમાં કેટલીક વાર એક બીજા સામે રમાઇ હતી પરંતુ 2008ના આતંકવાદી હુમલા બાદ પ્રથમ વાર પાકિસ્તાની ક્રિકેટ ટીમ કોઇ શૃંખલા રમવા માટે ભારત આવી છે.
ભારતીય ટીમે ટેસ્ટ શૃંખલામાં ઇગ્લેંડ સામે હારનો સામનો કર્યા બાદ ટી20 મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતું. જો કે બોલિંગ ભારત માટે ચિંતાનો વિષય બનેલો છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજની મેચમાં અભિમન્યુ મિથુન અથવા ભુવનેશ્વર કુમારને તક આપી શકે છે.

ભારત માટે સફળ બોલર તરીકે યુવરાજ સિંહ રહ્યાં છે, જેમને બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ પાકિસ્તાન વિરૂદ્ધ આજની મેચમાં પોતાનું ફોમ ટકાવી રાખવા માટે પ્રાર્થના કરી રહી છે. પાકિસ્તાન સામે 25 ડિસેમ્બરે રમાનારી બે ટ્વેન્ટી-20 મેચ અને વન-ડે મેચ માટે બે અલગ-અલગ ટીમોની ભારતે જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શૃંખલાની શરૂઆત 25 ડિસેમ્બરથી શરૂ થશે જે 6 જાન્યુઆરી 2013ના પૂર્ણ થશે.
ટી20 મેચમાં ભારતીય ટીમ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે, યુવરાજ સિંહ, રોહિત શર્મા, સુરેશ રૈના, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અશોક ડિંડા, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, પરવિંદર અવાના, પીયૂષ ચાવલા અને અમ્બાતી રાયુડૂ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
