CWG games 2022: જુડોથી ભારતને મળ્યા વધુ 2 મેડલ, સુશીલા દેવીએ કૉમનવેલ્થ ગેમ્સમાં રચ્યો ઈતિહાસ
કૉમનવેલ્થ ગેમ્સ 2022માં સોમવારે ભારતને વધુ 2 મેડલ મળ્યા છે.
બર્મિગહામઃ કૉમનવેલ્થ ગેમ્સ 2022માં સોમવારે ભારતને વધુ 2 મેડલ મળ્યા છે. આ બંને મેડલ જુડોમાં મળ્યા હતા. એક તરફ સુશીલા દેવીએ જુડોમાં 48 કિલો વજન કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. બીજી તરફ જુડોમાં જ વિજય યાદવે સાયપ્રસના પેટ્રોસ ક્રિસ્ટોડ્યુલિડ્સને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે આ બે મેડલ બાદ ભારતના કુલ મેડલની સંખ્યા 8 થઈ ગઈ છે. જેમાંથી 3 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ છે.

સુશીલા દેવીએ નામ કર્યો આ રેકૉર્ડ
તમને જણાવી દઈએ કે જુડોમાં સુશીલા દેવીએ સિલ્વર મેડલ જીતીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, સુશીલા દેવી કૉમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં જુડોમાં એકથી વધુ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. 27 વર્ષીય સુશીલા દેવીએ કૉમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલાઓની 48 કિગ્રા વર્ગમાં દક્ષિણ આફ્રિકાની મિકેલા વ્હીબોઈ સામે હાર્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હતો. સુશીલાએ 2014 કૉમનવેલ્થ ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
સતત બે મેચ જીતી હતી સુશીલા દેવી
તમને જણાવી દઈએ કે સુશીલા દેવીનો સિલ્વર મેડલ સોમવારે ભારતનો પહેલો મેડલ હતો. તેણે ક્વાર્ટર ફાઇનલમાં મલાવીની હેરિયેટ બોનફોસને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આ પછી સુશીલાએ સેમીફાઇનલમાં મોરેશિયસની પ્રિસિલા મોરાન્દને હરાવી હતી. સુશીલા પાસે પણ ગોલ્ડ જીતવાની તક હતી પરંતુ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની મિકેલા વ્હીબોઈએ સુશીલાને આર્મ લોક દ્વારા હરાવી. આ રીતે મિકેલાએ ગોલ્ડ પોતાના નામે કરી લીધો.
પીએમ મોદીએ આપ્યા અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશીલા દેવી અને વિજય યાદવને તેમના પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ સુશીલા દેવી વિશે કહ્યુ છે કે હું તમારી રમત જોઈને ચોંકી ગયો છુ, સિલ્વર મેડલ જીતવા પર ખૂબ ખૂબ અભિનંદન. તેણે મહાન કૌશલ્ય બતાવ્યુ. સુશીલાને ભવિષ્ય માટે શુભકામનાઓ. બીજી તરફ વિજય યાદવને લઈને પીએમ મોદીએ કહ્યુ છે કે દેશને તમારા પર ગર્વ છે. તમારી સફળતા ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપશે. ભવિષ્યમાં તે વધુ સફળ થાય અને ઘણા રેકોર્ડ બનાવે અને નવી ઊંચાઈઓને સ્પર્શે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
