Sunil Chhetri Career: ગોલના મામલે મેસ્સીને આપે છે ટક્કર, જાણો સુનીલ છેત્રીના રેકોર્ડ
Sunil Chhetri Career: સુનીલ છેત્રીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત 2005માં પાકિસ્તાન સામે કરી હતી. સુનીલ છેત્રી સૌથી વધુ આંતરાષ્ટ્રીય ગોલ કરનારો ચોથો ખેલાડી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, અલી ડેઇ અને લિયોનેલ મેસ્સી બાજ સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરનારો ત્રીજો ખેલાડી છે. સુનીલ છેત્રીને વર્ષ 2011માં અર્જૂન ઓવોર્ડ અને 2019માં પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ તેમની છેલ્લી મેચ 6 જૂનના રોજ કુવૈત સામે રમશે. સુનીલ છેત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયોમાં આ માહિતી આપી હતી.
સુનીલ છેત્રીએ તેમની શાનદાર કારકિર્દીમાં છ વખત AIFF પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય મંચ પર, છેત્રી 2008માં AFC ચેલેન્જ કપ, 2011 અને 2015માં SAFF ચેમ્પિયનશિપ, 2007, 2009 અને 2012માં નેહરુ કપ તેમજ 2017માં ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ જીતનારી ભારતીય ટીમોનો ભાગ રહ્યો છે.

સુનીલ છેત્રી વર્ષ 2002માં એમેચ્યોર તરીકે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. 17 વર્ષની ઉંમરે તેઓ મોહન બાગાન ક્લબમાં જોડાયા હતા. તેમણે 20 વર્ષની ઉંમરે તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યો હતો. સુનિલ છેત્રીએ 2008માં એફસી ચેલેન્જ કપ ફાઇનલમાં તાજિકિસ્તાન સામે ત્રણ ગોલ કર્યા હતા.
તેમના ગોલના આધારે ભારતીય ટીમે 27 વર્ષ બાદ AFC એશિયન કપ માટે ક્વોલિફાય કર્યું હતું. 2010-11માં, સુનિલ છેત્રીને ફૂટબોલ લીગના કેન્સાસ સિટી વિઝાર્ડ્સ દ્વારા તેમની ટીમ માટે સાઇન કરવામાં આવ્યો હતો. ભારતની આઝાદી પછી, તે વિદેશમાં પ્રોફેશનલ લીગમાં જોડાનાર બીજા ખેલાડી બન્યા હતા.
2013 માં પોર્ટુગીઝ ક્લબ છોડ્યા પછી, સુનીલ છેત્રી બેંગ્લોર ફૂટબોલ ક્લબમાં જોડાયો. આ સમયગાળા દરમિયાન તેમણે 23 મેચમાં 14 ગોલ અને સાત આસિસ્ટ કર્યા હતા. 2015માં સુનીલ છેત્રીએ 50 આંતરરાષ્ટ્રીય ગોલ પૂરા કર્યા હતા. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય ફૂટબોલર બન્યો હતા.
2017માં સુનીલે કિર્ગિસ્તાન સામે 69મી મિનિટે ગોલ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ ગોલને કારણે ભારત 2019 એશિયા કપ માટે ક્વોલિફાય થયું. આ ગોલ સાથે તે ફિફાના ટોપ 100 રેન્કિંગમાં સામેલ થઈ ગયો.
2018 માં ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ દરમિયાન, સુનીલ ડેવિડ વિલા સાથે વિશ્વનો ત્રીજો સૌથી વધુ સક્રિય આંતરરાષ્ટ્રીય ગોલ સ્કોરર બન્યા હતા. તાજેતરમાં 4 જૂને સુનીલે તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. કેન્યા સામેની આ મેચમાં તેણે બે ગોલ કર્યા હતા. તે તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર બીજો ભારતીય ફૂટબોલ ખેલાડી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
