ભુવનેશ્વરી સાથે શ્રીસંતે કરી લાઇફ ‘ફિક્સ’
ગુરુવાયૂર(કેરળ), 13 ડિસેમ્બરઃ વર્ષ 2012માં આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના ચક્કરમાં જેલ જઇ ચૂકેલા શ્રીસંતે ગુરુવારે જયપુરના શાહી પરિવારની પોતાની લાંબા સમયની પ્રેમિકા ભુવનેશ્વરી કુમારી સાથે લાઇફ ફિક્સ કરી લીધી છે. બોલર શાંતાકુમારન શ્રીંસત અને ભુવનેશ્વરી કુમારીના લગ્નમાં બન્નેના પરિવારના લોકો અને નજીકના મિત્રો સામેલ થયા. લગ્ન બાદ વર અને વધુ કોચી રવાના થઇ ગયા, જ્યાં શ્રીસંતના પૈત્રિક નિવાસ પર રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિવાહ સમારોહ દરમિયાન શ્રીસંત અને ભુવનેશ્વરીએ કેરળના પારંપરિક પોશાક પહેર્યા હતા. બન્નેએ એકબીજાના માળા પહેરાવી અને પછી અંગુઠીનું આદાન પ્રદાન કર્યું. ભુવનેશ્વરી વ્યવસાયે જ્વેલરી ડિઝાઇનર છે, લગ્ન પહેલાની વિધિ બુધવારે ખાનગી હોટલમાં નજીકના સંબંધીઓની હાજરીમાં પૂર્ણ થઇ હતી. ભુવનેશ્વરી આઠ ડિસેમ્બરે પોતાના પરિજનો અને સંબંધીઓ સાથે ત્યાં પહોંચી હતી.
બન્ને યુગલ છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજના સંપર્કમાં હતા અને શ્રીસંતની થનારી પત્ની કપરા સમયમાં પણ તેની સાથે હતી. આઇપીએલના છઠ્ઠા સંસ્કરણમાં સ્પોટ ફિક્સિંગના આરોપી શ્રીસંત પર બીસીસીઆઇએ તમામ પ્રકારની ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકી દીધો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ શ્રીસંત-ભુવનેશ્વરીના લગ્ન સમારોહને.

શ્રીસંત-ભુવનેશ્વરી
સ્પોટ ફિક્સિંગના ચક્કરમાં જેલ જઇ ચુકેલા શ્રીસંતે ગુરુવારે જયપુરના શાહી પરિવારની પોતાની લાંબા સમયની પ્રેમિકા ભુવનેશ્વરી કુમારી સાથે લગ્ન કર્યા છે.

પારંપરિક પોશાક
વિવાહ સમારોહ દરમિયાન શ્રીસંત અને ભુવનેશ્વરીએ કેરળના પારંપરિક પોશાક પહેર્યા હતા

લાંબા સમય સુધી ડેટિંગ
બન્ને યુગલ છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજના સંપર્કમાં હતા અને શ્રીસંતની થનારી પત્ની કપરા સમયમાં પણ તેની સાથે હતી.

ક્રિકેટ રમવા પર પ્રતિબંધ
આઇપીએલના છઠ્ઠા સંસ્કરણમાં સ્પોટ ફિક્સિંગના આરોપી શ્રીસંત પર બીસીસીઆઇએ તમામ પ્રકારની ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

સાત ફેરા
બોલર શ્રીસંતે પ્રેમિકા ભુવનેશ્વરી કુમારી સાથે સાત ફેરા લીધા.












Click it and Unblock the Notifications
