સતત બીજી વખત કોલકતા નાઇટ રાઇડર્સનો પરાજય

પ્રથમ બેટિંગ કરતા કોલકતાએ 6 વિકટ પર 137 રન બનાવ્યા, પરંતુ આ લક્ષ્ય ઓકલેન્ડ એસેસની ટીમે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. ઓકલેન્ડના મહેમૂદે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા.
કોલકતાની શરૂઆત ખરાબ રહી, ગોતમ ગંભીર પાંચ રન બનાવીને આઉટ થઇ ગયો. મેક્કુલમે 40 અને બિસ્લાએ 38 રન બનાવ્યા. જ્યારે કોલકતાની ટીમ એક મોટા સ્કોર તરફ આગળ જઇ રહી હતી ત્યારે મહેમૂદે મનોજ તિવારી અને જેક્સ કાલિસને આઉટ કરી દીધા. બન્ને બેટ્સમેન પોતાનું ખાતું ખોલાવી શક્યા નહોતા. ત્યાર બાદ શાકિબ અલ હસને 15 અને યૂસુફ પઠાણે 22 રન બનાવ્યા હતા.
જવાબમાં ઓકલેન્ડ 138 રનનો લક્ષ્યાંક ત્રણ વિકેટ ગુમાવીને 14 બોલ બાકી હતાં ત્યારે હાંસલ કરી લીધો. ઓકલેન્ડ માટે માઇકલ ગુપ્ટિલે 25 અને એલ વિસેન્ટે 30 રન બનાવ્યા. મેચમાં ચાર વિકેટ લેવા અને 51 રન બનાવવા બદલ અઝહર મહેમૂદને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
