ડિવોર્સ બાદ પણ અડીખમ છે સાનિયા મિર્ઝા, કર્યો મોટો ખુલાસો
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા તેના પુર્વ પતિ શોએબ મલિક સાથેના ડિવોર્સને લઈને ચર્ચા છે. હવે સાનિયા મિર્ચાએ ડિવોર્સ બાદ પહેલી વખત ખુલાસો કર્યો છે.
શોએબ મલિકના સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. હવે શોએબના લગ્નના આટલા દિવસો પછી સાનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

સાનિયા અને શોએબ વચ્ચે છૂટાછેડાની અફવા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જ્યારે સમાચાર આવ્યા કે બંને અલગ થઈ ગયા છે અને શોએબે ત્રીજી વખત લગ્ન કર્યા છે ત્યારે ચાહકોનું દિલ તૂટી ગયું. હવે સાનિયાએ એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે કંઈક એવું લખ્યું છે જેનાથી ફેન્સ તેના વિશે થોડા ચિંતિત દેખાયા.
સાનિયા મિર્ઝાએ એક તસવીર શેર કરી અને લખ્યું કે, જીવનની નાની નાની બાબતોનો આનંદ લો. એવું લાગે છે કે સાનિયા તેની ટૂંકી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકોને કહેવાનો પ્રયાસ કરી રહી છે કે તે તેના અંગત જીવનની સમસ્યાઓથી આગળ વધી ગઈ છે. શોએબથી અલગ થયા બાદ તે પોતાના જીવનમાં આગળ વધી રહી છે.
હાલમાં જ સાનિયા મિર્ઝાએ એક તસવીર શેર કરી હતી જેમાં તેણે તેના પુત્ર અને ભત્રીજીને ફિટ પકડી રાખ્યા હતા. તેમાં કેપ્શન લખ્યું હતું - લાઈફલાઈન.
જણાવી દઈએ કે સાનિયાની બહેન અનમના લગ્ન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર સાથે થયા છે. તેનું નામ મોહમ્મદ અસદુદ્દીન છે અને તે વ્યવસાયે વકીલ છે જે ધીમે ધીમે તેના પિતાની જેમ રાજકારણમાં પ્રવેશી રહ્યો છે. અનમની વાત કરીએ તો તે વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
