સચિન પહોંચ્યા દત્તક લીધેલા ગામે, મુલાકાત કરી જાણી સમસ્યાઓ
નેલ્લોર, 16 નવેમ્બરઃ ક્રિકેટની દુનિયાના મોટાભાગના રેકોર્ડ પોતાના નામે કરનારા ગોડ ઓફ ઇન્ડિયન ક્રિકેટ સચિન તેંડુલકરે શનિવારે આંધ્ર પ્રદેશમાં કૃણ્ણાપટ્ટનમ બંદરગાહ પહોંચ્યા, કારણ કે તેમણે ત્યાંના પુત્તમરાજૂ કંદ્રિકા ગામને દત્તક લીધું છે.

આ પહેલા જ્યારે શનિવારે સચિન કૃષ્ણાપટ્ટનમ બંદરગાહ પહોંચ્યા હતા, ત્યારે ત્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. કૃષ્ણાપટ્ટનમ બંદરગાહ સુરક્ષા એકેડમી તરફથી સચિનને ગાર્ડ ઓફ ઓનર પરણ આપવામાં આવ્યું. સચિને બંદરગાહ પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું. સચિનની એક ઝલક મેળવવા માટે બંદરગાહના કર્મચારીઓ અને તેમના બાળકો ઉમટ્યા હતા, સચિને પણ કોઇને નિરાશ કર્યા નહોતા અને હાથ મિલાવીને બધાનું અભિવાદન કર્યું હતું.












Click it and Unblock the Notifications
