સચિન વગર ક્રિકેટ... જાણે મીઠાં વગરનું ભોજન
બેંગ્લોરઃ જ્યાં ભારતીય ક્રિકેટ સચિન તેંડુલકરને લઇને ઇન્ટરનેશનલ મીડિયા તેમના ગુણોના વખાણ કરી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે, સચિન વગર ભારતીય ક્રિકેટ દરિદ્ર તઇ જશે કારણ કે, સચિન માત્ર એક ખેલાડી નથી પરંતુ એક બ્રાન્ડ છે, જેના કારણે ભારતીય લોકો તેમની દરેક વાત પર વિશ્વાસ કરે છે. પાકિસ્તાની મીડિયાના આ અહેવાલ બાદ સચિનને લઇને લોકો પણ ફેસબુક પર પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે.
કેટલાક લોકોએ ફેસબુક પર લખ્યું છે કે સચિન વગર ક્રિકેટ...જાણે કે ઘરેણા વગરની દુલ્હન, સચિન વગર ક્રિકેટ... જાણે કે મીઠાં વગરનું ભોજન, સચિન વગર ક્રિકેટ જાણે કે મિઠાશ વગરની મિઠાઇ, સચિન વગર ક્રિકેટ...જાણે કે રસ વગરના ફળ, સચિન વગર ક્રિકેટ... જાણે કે મૂર્તિ વગરનું મંદિર, સચિન વગર ક્રિકેટ... જાણે કે પાણી વગરની નદી, સચિન વગર ક્રિકેટ... જાણે કે ઝાડ-પાન વગરનું જંગલ, સચિન વગર ક્રિકેટ... જાણે કે શ્વાસ વગરનું શરીર, સચિન વગર ક્રિકેટ... જેમકે અત્યારની ભારતીય ટીમ... અલવિદા સચિન...હવે ટીવી પર જ્યારે મેચ જોઇશું તો તમારા વગર એ મેચ નીરસ હશે, પરંતુ 24 વર્ષ સુધી દેશના ખેલ પ્રેમીઓને ખુશીઓ આપવા બદલ ધન્યવાદ....
તો બીજી તરફ બૉલીવુડે પણ સચિન માટે કહ્યું છે કે, ભલે સચિનની ક્રિકેટની ઇનીંગ ખતમ થઇ રહી હોય, પરંતુ ક્રિકેટના બાદશાહ સચિન આવનારી પેઢીને હંમેશા પ્રેરિત કરતા રહેશે. તમને અંદાજો આવી ગયો હશે કે ક્રિકેટ પ્રેમી પોતાના ભગવાન સચિનની નિવૃત્તિની જાહેરાતથી કેટલી હદે નિરાશ થઇ ગયા છે.
તમને જણાવી દઇએ કે ક્રિકેટની દુનિયાના સરતાજ સચિને ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે, નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ સાથે પોતાની 200મી ટેસ્ટ મેચ રમ્યા બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે.

નસીરુદ્દીન શાહ
આ દુઃખદ છે, પરંતુ આ તો થવાનું જ હતું, આટલા લાંબા સમય સુધી રમવા માટે આપણે તેમનો આભાર માનવો જોઇએ. આશા છે કે, તેમનું બાકીનું જીવન એટલી ખુશીઓ સાથે વીતે, જેટલી ખુશી તેમણે આપણને આપી છે.

સોનુ સૂદ
સચિન તેંડુલકર વગર ક્રિકેટ ક્યારેય પૂર્ણ થઇ શકે નહીં, મને લાગે છે કે સચિન વગગર વિશ્વભરના કરડો ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ઓછો થઇ જશે. મને ખબર નથી કે હું એટલી ઉત્સુકતાથી મેચ જોઇશ કે નહીં.

નવાઝુદ્દીન સિદ્દીકી
તે ક્રિકેટની દુનિયાના મહાન આદર્શ છે, તેમનો ખેલ જીવનના દરેક ક્ષેત્રમાં પેઢીઓનો પ્રેરિત કરશે. સચિનનું સ્થાન કોઇ લઇ શકે નહીં.

શૈલેન્દ્ર સિંહ( નિર્માતા અને ખેલપ્રેમી)
એક ઇનીંગનો અંત હંમેશા બીજી ઇનીંગની શરૂઆત હોય છે, મેદાન પર સચિનની ઇનીંગ ખતમ થઇ ગઇ છે, પરંતુ હવે મેદાનની બહાર તેમની ઇનીંગની શરૂઆત થઇ ગઇ. સચિન તેંડુલકર ભારત અને વિશ્વભર માટે ખેલ આઇકોન છે. તેમનામાં પેઢીઓનો પ્રેરિત કરવાની ઉર્જા છે.

પાકિસ્તાની મીડિયા
પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે, સચિન વગની ભારતીય ક્રિકેટ ટીમ ગરીબ અને દરિદ્ર થઇ જશે, કારણ કે, સચિન માત્ર એક ખેલાડી નહીં પરંતુ એક બ્રાન્ડ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
