ભારતની સ્થિતી મજબૂત, ધોની, કોહલીએ ફટકારી સદી
ચેન્નઈ, 24 ફેબ્રુઆરી : ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈ ટેસ્ટમાં શાનદાર બૅટિંગ કરતાં સચિન તેંડુલકર સદી આજે ચૂકી ગયાં છે. તેઓ 81 રને બોલ્ડ થઈ ગયાં. ચેન્નઈ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મૅચમાં આજે ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયના ઑફ સ્પિનર નાથન લ્યોનની એક શાનદાર બોલ સચિન સમજી ન શક્યાં અને બોલ ટર્ન લેતાં તેમની ડાંડિયા ડૂલ કરી ગઈ. આ રીતે ચેન્નઈ ટેસ્ટમાં ટીમ ઇંડિયા 4 વિકેટો ગુમાવી પુનઃ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. વિરાટ કોહલી હજી ક્રીઝ ઉપર છે. સચિન આઉટ થતાં કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેમના સ્થાને બૅટિંગ માટે આવ્યાં છે.
Upadate: 4:23 PM
ચેન્નઇ ટેસ્ટના ત્રીજા દિવસે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઝડપી બેટીંગ કરતાં 119 બોલમાં 13 ચોકા અને એક સિક્સરની મદદથી સદી ફટકારી હતી. ધોનીના ટેસ્ટ કેરિયરની આ છઠ્ઠી સદી છે, જ્યારે ઓસ્ટ્રેલાઇ ટીમ વિરૂદ્ધ આ તેમની પ્રથમ સદી હતી. ધોની અને હરભજને સંભાળી રમત રમતાં ભારતે ઓસ્ટ્રેલિયા પર લીડ મેળવી લીધી છે.
આ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીએ 119 બોલમાં 14 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી પોતાની સદી પુરી કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે પોતાના પચાસ રન પુરા કર્યા હતા.
Update: 1.24 PM
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઇ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે 5 વિકેટના નુકસાન પર 330 રન બનાવી લીધા છે. ક્રીઝ પર કેપ્ટન ધોની 77 અને જડેજા 0 રન બનાવી રમી રહ્યાં છે. મેચના ત્રીજા દિવસે ભારતે ચોથી વિકેટ સચિન તેન્ડુલકરના રૂપમાં ગુમાવી હતી.
સચિન 81 રન બનાવી આઉટ થયો હતો. સચિનની વિકેટ સ્પિનર નેથને ઝડપી હતી. સચિને પોતાના 81 રનના દાવમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. સચિન તેન્ડુલકર આઉટ થઇ ગયા બાદ વિરાટ કોહલી અને કેપ્ટન ધોનીએ ભારતનો સ્કોર આગળ વધાર્યો હતો. કોહલી 107 રન બનાવીને કેચ આઉટ થઇ ગયો હતો તેને 15 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી.
આ પહેલાં મેચના બીજા દિવસે વિરેન્દ્ર સહેવાગા અને મુરલી વિજય ઓપનિંગ જોડીએ ભારતીય ટીમ તરફથી સારી શરૂઆત કરી હતી. બંને સસ્તામાં પેવેલિયન ભેગા થઇ ગયા હતા.

સચિન તેંડુલકરથી તેમની કિસ્મત છેલ્લા બે વર્ષોથી રિસામણે હોય તેમ લાગે છે. ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી બનાવી ચુકેલ આ બૅટધરે આ દરમિયાન એકેય ટેસ્ટ સદી લગાવી નથી. નવા વર્ષમાં સચિને ફૉર્મ પાછો મેળવતાં ગઈકાલે શાનદાર રમત રમતાં અર્ધસદી ફટકારી હતી અને સદી તરફ આગળ વધતા હતાં. તેમની પાસે સૌને સદીની આશા હતી, પરંતુ મૅચના ત્રીજા દિવસે 71 રનથી આગળ રમતાં સચિન માત્ર 10 જ રન ઉમેરી શક્યાં અને નાથનના બોલે બોલ્ડ થઈ ગયાં.
જોકે ગઈકાલે ટીમ ઇંડિયા મુશ્કેલીમાં હતી. સચિન જ્યારે બૅટિંગ માટે આવ્યાં, ત્યારે ભારતીય ટીમ માત્ર 12 રને બે વિકેટ ગુમાવી ચુકી હતી. ઑસ્ટ્રેલિયન પેસર જેમ્સ પૅટિનસન બે વિકેટ લઈ સાતમે આસમાને હતાં. તે જ વખતે વનડેમાંથી નિવૃત્તિ લઈ ચુકેલા સચિન મેદાને ઉતર્યાં. દર્શકો વિચારતા હતાં કે શું સચિન ઈરાની કપમાં લગાવેલી સદીનું ફૉર્મ જાળવી રખી શકશે? પરંતુ સચિને અનુભવ અને કૌશલ્યનો દાખલો બેસાડતાં પૅટિનસનની પ્રારંભિક ચાર બોલ ઉપર ત્રણ ચોગ્ગા ફટકારી કાંગારુઓ ઉપર હુમલો કરી નાંખ્યો. ઍટૅકિંગ શરુઆત બાદ સચિન સંભાળીને રમ્યા અને ટીમ ઇંડિયાને મુશ્કેલીમાંથી ઉગારી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
