SA vs BAN : બાંગ્લાદેશ સેમિફાઈનલની રેસમાંથી બહાર, દક્ષિણ આફ્રિકા 149 રને જીત

બાંગ્લાદેશને 149 રને હરાવીને દક્ષિણ આફ્રિકાએ ODI વર્લ્ડ કપમાં ચોથી જીત નોંધાવી છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી છે.

સારી નેટ રન રેટના કારણે દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને પાછળ છોડી દીધું છે. ન્યુઝીલેન્ડ પહેલા નંબર બે પર હતું પરંતુ હવે સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને ત્રીજા નંબર પર ધકેલી દીધું છે.

SA vs BAN

બાંગ્લાદેશ મેચ ભલે હારી હોય પરંતુ મહમુદુલ્લાહે સૌથી વધુ 111 રનની શાનદાર ઇનિંગ રમી. બાંગ્લાદેશની ટીમે 58ના સ્કોર પર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મહમુદુલ્લાએ એક છેડેથી ટીમ માટે રન બનાવવાનું ચાલુ રાખ્યું. મહમુદુલ્લાહના કારણે જ બાંગ્લાદેશની ટીમ સ્કોર 233 સુધી પહોંચાડવામાં સફળ રહી.

બાંગ્લાદેશે 30ના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. તંજીદ હસન 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. તે માર્કો જાન્સેનના બોલ પર વિકેટકીપર હેનરિક ક્લાસેનના હાથે કેચ આઉટ થયો. આ જ ઓવરમાં બાંગ્લાદેશે બીજી વિકેટ નઝમુલ હુસૈન શાંતોની પણ ગુમાવી.

અહીં બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન પણ કંઈ ખાસ ન કરી શક્યો. શાકિબ અલ હસન લિઝાર્ડ વિલિયમ્સનો શિકાર બન્યો. ટીમને બાંગ્લાદેશના અનુભવી બેટ્સમેન મુશફિકુર રહીમ પાસેથી મોટી ઇનિંગની આશા હતી પરંતુ આ મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે મુશફિકુર રહીમ 8 રન બનાવીને કેચ આઉટ થયોતો. આ સાથે બાંગ્લાદેશની જીતની આશાને મોટો ફટકો પડ્યો.

મુશ્ફિકુર રહીમ બાઉન્ડ્રી લાઇ પર ગેરાલ્ડ કોએત્ઝીના હાથે કેચ આઉટ થયો તો બાંગ્લાદેશનો ઓપનર લિટન દાસ પણ 22ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. કાગિસો રબાડાએ દાસને LBW આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો.

આ પછી કેશવ મહારાજે 11ના સ્કોર પર મેહદી હસન મિરાજને કેચ આઉટ કરાવ્યો. બાંગ્લાદેશે તેની સાતમી વિકેટ 122ના સ્કોર પર ગુમાવી. બાંગ્લાદેશને સાતમો ફટકો નસુમ અહેમદના રૂપમાં લાગ્યો. હસન મહમૂદ 15 રન બનાવી કાગીસો રબાડાના બોલ પર પેવેલિયન પરત ફર્યો.

બીજી તરફ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 383 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ માટે ક્વિન્ટન ડી કોકે 140 બોલમાં 15 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 174 રનની ઇનિંગ રમી. આ સિવાય હેનરિક ક્લાસને 49 બોલમાં બે ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 90 રન બનાવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X