કુંબલે બાદ આ સિદ્ધિ મેળવનાર જાડેજા પહેલો ભારતીય
દુબઇ, 4 ઑગસ્ટઃ ડાબા હાથનો સ્પિનર રવિન્દ્ર જાડેજા આજે છેલ્લા 16 વર્ષોમાં આઇસીસી વનડે ખેલાડીઓની રેકિંગમાં બોલરની યાદીમાં ટોચ પર પહોંચાનારો પહેલો ભારતીય બોલર બની ગયો છે. જાડેજા પહેલા 1996માં પૂર્વ સુકાની અનિલ કુંબલેએ આ ઉપાધી હાંસલ કરી હતી. ઝિમ્બાવ્વે વિરુદ્ધ હાલ સમાપ્ત થયેલા પાંચ મેચોની વનડે શ્રેણીમાં પાંચ વિકેટ મેળવનાર જાડેજા ચાર ક્રમાંક આગળ આવ્યો છે અને તે વેસ્ટઇન્ડિઝના ઓફ સ્પિનર સુનીલ નારાયણ સાથે સંયુક્ત રીતે ટોચ પર છે.
આ પહેલી વાર છે, જ્યારે બોલિંગની યાદીમાં જાડેજા ટોચ પર પહોંચ્યો છે. કુંબલે નવેમ્બર-ડિસેમ્બર 1996માં 11 મેચો સુધી ટોચ પર રહ્યો હતો. કુલ મળીને જાડેજા વનડે રેન્કિંગમાં નંબર વન પર પહોંચનાર ચોથો ભારતીય બોલર છે. જાડેજા પહેલા કપિલ દેવ, મનિંદર સિંહ અને કુંબલેએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઝિમ્બાવ્વે વિરુદ્ધ શ્રેણી ભારતના લેગ સ્પિનર અમિત મિશ્રા માટે મહત્વની સાબિત થઇ. આ શ્રેણીમાં તેણે 13 વિકેટ મેળવી અને તે 47માં સ્થાનથી 32માં સ્થાને પહોંચી ગયો છે.
બોટિંગમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ઘોની એક-એક ક્રમાંક નીચે ચોથા અને સાતમા ક્રમાંકે પહોંચી ગયા છે. સુરેશ રૈના એક ક્રમાંક ઉપર 17માં અને શિખર ધવન 16 ક્રમાંક ઉપર 23માં સ્થાને પહોંચી ગયા છે. બેટિંગની યાદીમાં દક્ષિણ આફ્રિકાનો હાશિમ અમલા હજુ પણ ટોચના ક્રમાંકે છે. શ્રીલંકાના કુમાર સંગાકારાએ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કરી છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રેણીમાં સર્વાધિક રન બનાવનાર સંગાકારાના 829 અંક છે અને તે ત્રીજા સ્થાને છે.
વનડે રેકિંગમાં પહેલા નંબરે પહોંચનાર ભારતીય બોલર

કપિલ દેવ
માર્ચ 1989

મનિંદર સિંહ
ડિસેમ્બર 1987થી 1988

કુંબલે
નવેમ્બર-ડિસેમ્બર 1996

રવિન્દ્ર જાડેજા
ઑગસ્ટ 2013
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
