Pro Kabaddi League: પ્રો કબડ્ડી લીગમાં આજે કોની વચ્ચે થશે ઘમાસાણ

Pro Kabaddi League: પ્રો કબડ્ડી લીગમાં આજે કૂલ બે મેચ રમાશે. પહેલી મેચમાં બંગાળ વોરિયર્સનો સામનો ડિફેંડિંગ ચેમ્પિયન પુણેરી પલટન કરશે. જ્યારે બીજી મેચમાં બેંગ્લુરુ બુલ્સ અને દબંગ દિલ્હી વચ્ચે મુકાબલો થશે. આ બંને મેચ રોમાંચક હોય શકે છે.

Pro Kabaddi League

પાછલી સિઝન ખિતાબી જીત નોંધાવનાર પુનેરી પલટને આ વખતે પણ ઉમ્મીદ મુજબ જ પોતાની રમત દેખાડી છે. 4માંથી 3 મેચમાં જીત નોંધાવી પુનેરી પલટને પોઈન્ટ ટેબલમાં પહેલું સ્થાન મેળવી લીધું છે. પલટનને હરાવવી બંગાળ માટે સહેલું નહીં હોય.

બંગાળનું પ્રદર્શન અત્યાર સુધીં ફીકું રહ્યું, ત્રણ મેચમાંથી માત્ર એકમાં જ જીતનો મોકો મળ્યો. બંગાળની ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. બંગાળ વૉરિયર્સ માટે આ મેચમાં જીત નોંધાવવી સરળ નથી કેમ કે પલટન ધાંસૂ ફોર્મમાં છે.

જ્યારે બીજો મેચ આનાથી પણ વધુ રોમાંચક હોવાની ઉમ્મીદ છે. બેંગ્લુરુ બુલ્સ અને દબંગ દિલ્હી જેવી બે મોટી ટીમ વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. દબંગે પોતાની પાછલી મેચમાં હરિયાણા સ્ટીલર્સ સામે હથિયાર મૂકી દીધાં હતાં પરંતુ ટીમ બે મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે.

બેંગ્લુરુ બુલ્સ માટે આ સીઝન અત્યાર સુધીની નિરાશ કરનાર રહી છે. પરદીપ નરવાલની આગેવાનીમાં આ ટીમ અપેક્ષા મુજબ સફળતા મેળવી શકવામાં નિષ્ફળ રહી છે. બુલ્સને હજી સુધી પહેલી જીતનો સ્વાદ પણ મળ્યો નથી. ચાર મેચ રમ્યા બાદ બુલ્સને તમામ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X