Pro Kabaddi League 10 : પ્રો કબડ્ડી લીગમાં યુ મુમ્બા સામે ટક્કર લેવા યુપી યોદ્ધા તૈયાર
ક્રિકેટ વર્લ્ડ કપ પુરો થયા બાદ દેશમાં કબ્બડી ફિવર છવાઈ રહ્યો છે. જીએમઆર ગ્રૂપની માલિકીની યુપી યોદ્ધા તેની સીઝન 10 માટે મુમ્બા સામે મુકાબલો કરવા માટે તૈયાર છે.
યુપી યોદ્ધાએ થોડા દિવસો પહેલા આઇકોનિક રેઇડર પરદીપ નરવાલને કેપ્ટન બનાવ્યો છે. તે તેના પ્રારંભિક મુકાબલાને લઈને ઉત્સાહિત છે. પ્રો કબડ્ડી લીગ કોવિડ-19 પછી પ્રથમ વખત હોમ અને અવે ફોર્મેટમાં પરત ફરી છે.

યુપી યોદ્ધાએ એલિમિનેટર તબક્કામાં બહાર થયા બાદ 22 મેચમાંથી 71 પોઈન્ટ સાથે ચોથા સ્થાને તેનું સીઝન 9 માટેનું અભિયાન પૂરું કર્યું હતું.
આ સિઝનમાં યોદ્ધાની ટીમ બે વર્ષના અંતરાલ પછી 29 ડિસેમ્બર 2023 થી 3 જાન્યુઆરી 2024 સુધી નોઇડા ઇન્ડોર સ્ટેડિયમ નોઇડામાં હોમ લેગ રમશે.
સીઝન 9માં યુ મુમ્બા સામેની તેમની છેલ્લી મેચમાં યુપી વોરિયર્સે પ્રદીપ નરવાલ અને રોહિત તોમરની આગેવાની હેઠળની 38-28થી જોરદાર જીત નોંધાવી અને કુલ 21 પોઈન્ટ મેળવ્યા હતા. સિઝન 9માં અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં યુપી યોદ્ધાએ 5 વખત યુ મુમ્બાને હરાવ્યું છે.
પ્રથમ મેચ પહેલા યુપી યોદ્ધાના મુખ્ય કોચ જસવીર સિંહે કહ્યું કે, અમે પ્રો કબડ્ડી લીગ સીઝન 10 ના પડકાર માટે તૈયાર છીએ અને એક ટીમ તરીકે અમે ઇન્ડોર અને આઉટડોર બંને તાલીમ સત્રોમાં ઘણો સમય સાથે વિતાવ્યો છે. આગામી સિઝનમાં વધુ સારું પ્રદર્શન કરવામાં અમને મદદ મળશે.
અમારી BK કબડ્ડી એકેડમીએ તમામ ખેલાડીઓને તૈયાર કરવામાં અને એક સુમેળભરી ટીમ બનાવવા તેમજ કેટલીક યુવા પ્રતિભાઓને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જે મેટ પર તેમની સાચી ક્ષમતા દર્શાવવા માટે તૈયાર છે. હું અમારા માલિકો GMR ગ્રૂપનો અમારામાં સતત વિશ્વાસ રાખવા બદલ તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું અને આ વખતે અમે તેમને અને અમારી આસપાસના ચાહકોને ખુશી આપવા માટે કોઈ કસર છોડીશું નહીં.












Click it and Unblock the Notifications
