Preethi Pal : કોણ છે પ્રીતિ પાલ? જેણે પગ વગર 100 મીટર રેસ જીતીને ઇતિહાસ રચ્યો
Preethi Pal : પેરા ઓલિમ્પિકથી ભારત માટે એક પછી એક સારા સમાચાર આવી રહ્યાં છે. અહીં ભારતે 4 મેડલ પોતાના નામે કરી લીધા છે.
પ્રીતિ પાલના જોરદાર પ્રદર્શનને કારણે ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં તેનો ત્રીજો મેડલ જીત્યો. 23 વર્ષીય પ્રીતિએ મહિલાઓની 100 મીટર T-35 સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

આ સિદ્ધિ સાથે પ્રીતિ પેરાલિમ્પિક્સમાં ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની છે. આ પહેલા અવની લેખારાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ SH1 ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રીતિનું પ્રદર્શન શાનદાર રહ્યું અને તેણે ઇવેન્ટમાં 14.21 સેકન્ડનો વ્યક્તિગત રેકોર્ડ બનાવ્યો.
ચીનના ઝોઉ જિયાએ 13.58 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે તેના દેશબંધુ ગુઓ કિયાનકિઆને 13.74 સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો.
જણાવી દઈએ કે, પ્રીતિ પાલ ઉત્તર પ્રદેશના મેરઠ શહેરના કસેરુ બક્સરની રહેવાસી છે. તેના પિતા અનિલ કુમાર ડેરી ચલાવે છે. પેરાલિમ્પિક ગેમ્સમાં T35 કેટેગરી એ એથ્લેટ્સ માટે છે જેમને હાયપરટોનિયા, એટેક્સિયા, એથેટોસિસ અને સેરેબ્રલ પાલ્સી જેવી સંકલન વિકૃતિઓ છે.
પ્રીતિ પાલ આ વર્ષની શરૂઆતથી જ ધૂમ મચાવી રહી છે. તેણે માર્ચ 2024માં બેંગલુરુમાં આયોજિત 6ઠ્ઠી ઈન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીતીને મજબૂત શરૂઆત કરી હતી.
મે મહિનામાં પણ તેણે જાપાનમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને તેનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ જીતથી તેને પેરિસ પેરાલિમ્પિક્સમાં સ્થાન મળ્યું. અહીં હવે તેને બીજો બ્રોન્ઝ મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રીતિનો બ્રોન્ઝ મેડલ આ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં ભારતનો પહેલો મેડલ પણ છે.
પ્રીતિનો સંઘર્ષ કોઈ પ્રેરણાથી ઓછો નથી. પ્રીતિને નાની ઉંમરમાં સેરેબ્રલ પાલ્સી હોવાનું નિદાન થયું હતું અને મેરઠમાં તેની સારવાર કરાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેમ છતાં તેનો દોડવાનો શોખ ક્યારેય ઓછો થયો નથી. આ પછી પ્રીતિ તેની સારવાર માટે દિલ્હી પહોંચી. અહીં તેણે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કોચ ગજેન્દ્ર સિંહના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ શરૂ કરી અને આજે આ મુકામે પહોંચી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
