'પ્લેઇંગ ઇટ માય વે'નું સચિને વિમોચન, પ્રથમ કોપી માતાને નામ
નવી દિલ્હી, 6 નવેમ્બર: અને સમય આવી ગયો જ્યારે ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેન્ડુલકરની આત્મકથા 'પ્લેઇંગ ઇટ માય વે' ઓફિશિયલી લોંચ થઇ. બુધવારે દિલ્હીના એક ભવ્ય સમારોહમાં 'ભારત રત્ન' સચિન તેન્ડુલકરે ઘણા દિગ્ગજ ક્રિકેટ ખેલાડીઓની હાજરીમાં પોતાની આત્મકથા 'પ્લેઇંગ ઇટ માય વે'નું વિમોચન કર્યું.
ક્રિકેટ વિશેષજ્ઞ હર્ષા ભોગલેએ કાર્યક્રમની મેજબાની કરી અને મંચ પર હાજર દિગ્ગજ ખેલાડીઓ સુનીલ ગાવાસ્કર, દિલીપ વેંગસરકર, વાસુ પરાંજપે ઉપરાંત સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વી.વી.એસ લક્ષ્મણ અને સચિન તેન્ડુલકર પોતેએ તેમના જીવન ભારતીય ક્રિકેટમાં પોતાના યોગદાન પર વાતચીત કરી.

સચિન તેન્ડુલકરે પોતાના પુસ્તકની પ્રથમ કોપી કાર્યક્રમ પહેલાં પોતાની માતાને ભેંટ કરી, જેનો ફોટો તેમણે ટ્વિટર પર શેર કર્યો છે અને પુસ્તકની બીજી કોપી સચિન તેન્ડુલકરે પોતાના કોચ રમાકાંત આચરેકરને ભેંટ કરી જે વિમોચન વખતે મંચ પર હાજર હતા.
પોતાના પુસ્તક વિશે વાત કરતાં સચિન તેન્ડુલકરે કહ્યું કે પુસ્તક મારા માટે એક અલગ પ્રકારની ઇનિંગ સમાન છે, જેના પર હું ગત ત્રણ વર્ષોથી કામ કરી રહ્યો હતો. મારી રમતની માફક મેં આ પુસ્તકમાં મારા જીવનના વિભિન્ન પાસાઓને ઇમાનદારીપૂર્વક વર્ણન કર્યા છે. આશા છે કે વાચકો આ પુસ્તકનો આનંદ માણશે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Gave the first copy of my book to my mother.Look of pride on her face was a priceless moment ! <a href="https://twitter.com/hashtag/PlayingItMyWayLaunch?src=hash">#PlayingItMyWayLaunch</a> <a href="http://t.co/tjU2bxN0sw">pic.twitter.com/tjU2bxN0sw</a></p>— sachin tendulkar (@sachin_rt) <a href="https://twitter.com/sachin_rt/status/529937144127569920">November 5, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>આ પુસ્તકનું પ્રકાશન હૈચેટ ઇન્ડિયાએ કર્યું છે, પુસ્તક સચિન તેન્ડુલકરનું છે, એટલા માટે આ પુસ્તકને ખરીદવા માટે લોકોની હોડ મચી ગઇ છે. તમને જાણીને આશ્વર્ય થશે કે સચિન તેન્ડુલકરને આ આત્મકથા રિલીજના પ્રથમ દિવસે હાર્ડબેક પુસ્તકનું વેચાણના ભારતમાં બધા રેકોર્ડ તોડી દિધા છે. પુસ્તકની હાર્ડબેક કોપીની એક લાખ કોપીઓ રિલીજ કરવામાં આવી છે.
હાર્ડબેક ઉપરાંત સચિન તેન્ડુલકરની આ આત્મકથની ઇબુક આવૃતિ ગુરૂવારે રિલીજ થશે. પુસ્તકનું મરાઠી, હિંદી, ગુજરાતી, મલયાલમ અને બંગાળી જેવી વિભિન્ન ભારતીય ભાષાઓમાં ઓડિયો આવૃત્તિ પણ આગામી વર્ષેની શરૂઆતમાં રિલીજ થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે સચિન તેન્ડુલકરના પુસ્તકે પહેલાં જ ખૂબ ચર્ચા પ્રાપ્ત કરી છે. ખાસકરીને પૂર્વ કોચ ગ્રેગ ચેપલ સાથે જોડાયેલા વિષયે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું. સચિન તેન્ડુલકરે આ પુસ્તકમાં પોતાની કેરિયરના કેટલાક વણકહેલી પળોને સામેલ કરી છે. એટલા માટે લાગે છે કે આ પુસ્તકના માધ્યમથી ઘણા રહસ્યો પરથી પડદો ઉઠશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
