Paris Olympics 2024 : 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીત
શુક્રવારનો દિવસ ઓલિમ્પિકમાં ભારત માટે શાનદાર રહ્યો છે. પહેલા મનુ ભાકર શાનદાર પ્રદર્શન કરતા 25 મીટર પિસ્ટલની ફાઈનલમાં જગ્યા બનાવી તો બીજી તરફ હોકીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-2 થી હાર આપી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા આ મુકાબલામાં ભારતે 3 ગોલ ફચકાર્યા. બીજી તરફ ઓસ્ટ્રેલિયા 2 ગોલ જ કરી શકી અને હારી ગઈ.

ઓલિમ્પિકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. પ્રથમ હાફના અંત સુધીમાં ભારતે સરસાઈ મેળવી લીધી હતી. ભારતે 3-2 થી મેચ જીતી લીધી. ભારતે 1972 પછી એસ્ટ્રોટર્ફ પર પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.
ભારતે શરૂઆતમાં ગોલ કરીને ઓસ્ટ્રેલિયાને દબાણમાં લાવવાનો પ્રયાસ કર્યો અને તેમાં સફળતા મળી. અભિષેકે ગોલ કરીને ભારત માટે લીડ મેળવી. આ પછી ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર પણ મળ્યો અને તેના માસ્ટર પ્લેયર હરમને કોઈ ભૂલ ન કરી.
હરમનપ્રીતે ગોલ કરીને લીડ બમણી કરી દીધી. ભારતીય ટીમે લીડ લીધા બાદ એક ગોલ પણ ગુમાવ્યો. આ વખતે ઓસ્ટ્રેલિયાએ પેનલ્ટી કોર્નર પર બોલ પાસ કરવામાં ભૂલ કરી પરંતુ પછી ઓસ્ટ્રેલિયાએ ડીની અંદરથી ગોલ કરીને લીડ ઓછી કરી. આ પછી બીજા હાફની શરૂઆત થતાં જ ભારત માટે હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને સ્કોર 3-1 કરી દીધો હતો.
જો કે છેલ્લા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાએ આ લીડ ઘટાડી. ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી સ્ટ્રોકથી ગોલ મળ્યો અને સ્કોર 3-2 થઈ ગયો. જો કે આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી અને ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક જીત નોંધાવી. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે જોવાનું એ રહે છે કે ત્યાં કોની સાથે મેચ યોજાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
