Olympics 2024 : ખૂબસૂરતીને કારણે સ્વીમરને ઓલિમ્પિકમાંથી બહાર કરાઈ? જાણો કેમ થઈ રહ્યો છે વિવાદ?
Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં એક પછી એક મોટા વિવાદ સામે આવી રહ્યાં છે. આમાં એક વિવાદ પેરાગ્વેયન સ્વીમરની ખૂબસૂરતીને કારણે પણ થઈ રહ્યો છે.
પેરિસ ઓલિમ્પિકમાં પેરાગ્વેની સ્વિમર લુઆના એલોન્સોને ઓલિમ્પિક વિલેજમાંથી હાંકી કાઢવાના સમાચારે મોટો વિવાદ ઉભો કરી દીધો છે.

અહેવાલો અનુસાર, લુઆનાના કપડાં અને વર્તન ટીમના વાતાવરણને બગાડી રહ્યા હતા. આના માટે તેને પરત મોકલી દેવાઈ છે.
ધ સનના એક અહેવાલ અનુસાર, 20 વર્ષીય લુઆના એલોન્સોએ તેની ટીમને પ્રોત્સાહિત કરવાને બદલે ડિઝનીલેન્ડ પેરિસની મુલાકાત લેવા ઓલિમ્પિક વિલેજ છોડ્યુ હતુ.
ડેઈલી મેઈલ અનુસાર, લુઆનાના ટાઈટ કપડા અને અન્ય એથ્લેટ્સ સાથે હળવા-મળવાને કારણે તેની ટીમ વિચલિત હતી. લુઆના સત્તાવાર પેરાગ્વેયન કીટને બદલે પોતાના કપડાં પહેરીને ગેમ વિલેજ આસપાસ ફરતી હતી.
આ પછી તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લુઆના એલોન્સોએ તેને ઓલિમ્પિક વિલેજમાંથી હાંકી કાઢવાના સમાચારને ફગાવી દીધા. લુઆના એલોન્સોએ સ્પેનિશમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું કે, હું ફક્ત એ સ્પષ્ટ કરવા માંગુ છું કે મને ક્યારેય કાઢી મૂકવામાં આવી નથી. ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરો. હું કોઈ નિવેદન આપવા માંગતી નથી.
લુઆના એલોન્સો 27 જુલાઈએ મહિલાઓની 100 મીટર બટરફ્લાય સેમિ-ફાઈનલ માટે માત્ર 0.24 સેકન્ડથી ક્વોલિફાય થવામાં ચૂકી ગઈ હતી. તેણે ઇવેન્ટ પછી તરત જ નિવૃત્તિની જાહેરાત કરી, પરંતુ ઓલિમ્પિક વિલેજમાં રહેવાનું ચાલુ રાખ્યું હતું.
નિવૃત્તિની જાહેરાત કરતા લુઆનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે હું લાંબો સમય 18 વર્ષથી સ્વિમિંગ કરું છું, અને મારી લાગણીઓ ખૂબ જ ઊંચી છે. કમનસીબે મેં તેને છોડી દેવાનો નિર્ણય કર્યો છે અને હું ખુશ છું કે મારી છેલ્લી રેસ ઓલિમ્પિક ગેમ્સમાં હશે. લુઆના એલોન્સોએ 17 વર્ષની ઉંમરે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
