Olympic 2024 : ભારત માટે પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો?
Olympic 2024 : ફરી એક વખત ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડી પેરિસ પહોંચી ચુક્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ મોટી સંખ્યામાં મેડર જીતવાની આશા રાખી રહ્યાં છે.
ઓલિમ્પિક વિશે તો બધા જાણે છે પરંતુ મોટાભાગના લોકોને એ ખબર નથી કે ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો? તો આજે અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યાં છીએ.

જણાવી દઈએ કે, 1900માં ભારતે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. જેમાં એકમાત્ર એથલીટ નોર્મન પ્રિચાર્ડે બે સિલ્વર મેડલ જીત્યા હતા. આ રીતે ભારત ઓલિમ્પિકમાં મેડલ જીતનારો પ્રથમ એશિયન દેશ બન્યો હતો.
ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ ભારતીય હોકી ટીમે વર્ષ 1928માં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં જીતીને ઈતિહાસ રચ્યો હતો અને વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ચેમ્પિયન અભિનવ બિન્દ્રા હતા. તેમણે 2008 ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
2008 માં બેઇજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે તેણે ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ પણ અપાવ્યો હતો.
રમતગમતનો ઇતિહાસ 3000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. જેની ઉત્પત્તિ પ્રાચીન ગ્રીસના પેલોપોનીઝમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. ઓલિમ્પિયા શહેરમાં દર ચાર વર્ષે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હતું અને અહીંથી જ ઓલિમ્પિક્સનું નામ આવ્યું છે.
જો કે, આ પછી તે બંધ થઈ ગયું. ત્યારપછી વર્ષ 1894માં ફ્રાન્સના પિયર ડી કોર્બર્ટિનએ ઓલિમ્પિક રમતોને પુનઃજીવિત કરવાની તેમની યોજના શરૂ કરી અને વર્ષ 1896માં પ્રથમ ઓલિમ્પિકનું આયોજન કર્યું.
ગ્રીસની રાજધાની એથેન્સમાં પ્રથમ વખત આ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે આ રમતમાં 14 દેશો અને 241 ખેલાડીઓએ ભાગ લીધો હતો. IOCનો વિચાર હતો કે આગામી ઓલિમ્પિકનું આયોજન અન્ય શહેરોમાં કરવામાં આવે.
તમને જણાવી દઈએ કે આ પછી વર્ષ 1900માં બીજી ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
