Wrestlers Protest : ખેલમંત્રી અને રેસલરોની બેઠક પુરી, 24 કલાકમાં બ્રિજભૂષણ સિંહને રાજીનામુ આપવા કહેવાયુ
વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
નવી દિલ્હી : રેસલર વિનેસ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લગાવેલા શોષણ બાદ સતત હોવાળો ચાલી રહ્યો છે. આજે મોટી સખ્યામાં રેસલરો ભારતીય રેસલિંગ ફેડરેશનના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા. હવે આ મુદ્દે મોટો નિર્ણય લેવાયો છે.

દેશના જાણીતા રેસલર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ કરી રહ્યા છે. વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સહિત ઘણા મોટા નામ આ વિરોધમાં જોડાયા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
આ મુદે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને વિરોધ કરી રહેલા રેસલરો વચ્ચે તેમના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. સામે આવી રહેલા સમાચારો અનુસાર, બેઠક બાદ ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે મોટી કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે બ્રિજ ભૂષણ સિંહને 24 કલાકમાં ફેડરેશનના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા આદેશ કર્યો છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તે આમ નહીં કરે તો તેમને હટાવી દેવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટના આરોપ બાદ રેસલરોમાં ગુસ્સો છે અને આજે મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ બાદ આખરે આ નિર્ણય લેવાયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
