રેપના આરોપનો સામનો કરી રહેલા માન્ચેસ્ટરના ફુટબોલરનો દાવો- 10 હજાર મહિલાઓ સાથે બનાવ્યા સબંધ
બળાત્કાર અને બળાત્કારની કોશિશના અનેક કેસોનો સામનો કરી રહેલા માન્ચેસ્ટર સિટીના પ્રખ્યાત ડિફેન્ડર બેન્જામિન મેન્ડીએ દાવો કરીને સનસનાટી મચાવી દીધી છે કે તેણે 10,000 મહિલાઓ સાથે સંબંધો બનાવ્યા છે.
બેન્જામિન મેન્ડીની સામે પહેલાથી જ બે બળાત્કારના કેસ ચાલી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં કેસની છેલ્લી સુનાવણી દરમિયાન, ન્યાયાધીશો બે અલગ-અલગ મહિલાઓને સંડોવતા બે આરોપો પર કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ પછી, આ બંને કેસને ફરીથી સુનાવણી માટે કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. મેન્ડી પર ઓક્ટોબર 2020માં તેની £4 મિલિયન ચેશાયર મેન્શનમાં 24 વર્ષની મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે.

તેના બે વર્ષ પહેલા 29 વર્ષની એક મહિલાએ મેન્ડી પર બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થયેલી ટ્રાયલ દરમિયાન મેન્ડીને દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો.
આ કારણોસર તેને બળાત્કારના છ કેસ અને મહિલાઓની જાતીય સતામણીના ચાર કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, અન્ય બે કેસોમાં જ્યુરીઓ અંતિમ ચુકાદા સુધી પહોંચી શક્યા ન હતા. આ જ કારણ છે કે તેની સામે ફરી કેસ શરૂ કરવામાં આવ્યો છે.
મેન્ડી પર બળાત્કારનો આરોપ મૂકનાર મહિલાએ કહ્યું કે ફ્રેન્ચ ફૂટબોલરે તેનો ફોન છીનવી લીધો હતો. જ્યારે તે તેનો ફોન લેવા માટે તેમના બેડરૂમની અંદર ગઈ, ત્યારે મેન્ડીએ બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો. આ પછી તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
મેન્ડીએ પીડિતાને જણાવ્યું કે તેના 10,000 મહિલાઓ સાથે સંબંધો બનાવ્યા છે. તેણે પીડિતાને એમ પણ કહ્યું હતું કે આ અંગે કોઈને પણ ના કહે અને તું દરરોજ રાત્રે આવી શકે છે.
મેન્ડીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે તેના જીવનમાં તેણે અત્યાર સુધી જેટલી પણ મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા તે તમામ મહિલાઓની સંમતિથી જ બનાવ્યા હતા.
બેન્જામિન મેન્ડીનો માન્ચેસ્ટર સિટી સાથેનો કરાર ગયા શનિવારે સમાપ્ત થયો હતો. તેણે આ ટીમ સાથે 75 મેચ રમી છે. મેન્ડી 2018માં વર્લ્ડ કપ જીતનાર ફ્રાન્સની ટીમનો પણ ભાગ હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
