ક્રિકેટના 58 વર્ષ જૂના આ રેકોર્ડે ઉડાડી દીધા હતા બધાના હોશ
ક્રિકેટમાં અનેક પ્રકારના રેકોર્ડ બનતા તમે જોયા હશે પરંતુ 58 વર્ષ પહેલા ઇંગ્લેન્ડના એક ખેલાડીએ એક એવો રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો, જેને બધાના હોંશ ઉડાવી દીધા હતા. આ એક એવો રેકોર્ડ હતો, જેને તોડવો માત્ર કપરો જ નથી પરંતુ અશક્ય સમાન છે. તો ચાલો એ રેકોર્ડ અંગે જાણીએ.
31 જુલાઇ 1956, આ એ તારીખ છે, જ્યારે આ ઐતિહાસિક રેકોર્ડને પૂરો કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ચર્ચિત એશેઝ ટેસ્ટ શ્રેણીમાં આમને સામને હતા. ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરી અને શાનદાર અંદાજમાં 459 રન બનાવ્યા, ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત હતી અને જવાબ આપવા સક્ષમ હતી, પરંતુ ઇંગ્લેન્ડની પાસે એક એવો બોલર હતો જે એકલા જોરે મેચનો પાસો પલટવાનો દમ રાખતો હતો અને થયું પણ કંઇક એવું જ.

પહેલી ઇનિંગમાં મચાવ્યો કહેર
જ્યારે ઓસ્ટ્રલિયા વળતો જવાબ આપવા માટે મેદાનમાં ઉતરી તો ઇંગ્લેન્ડના મહાન બોલર જિમ લેકરે કાંગારુ ટીમને અચંભામાં પાડી દીધી. જિમ લેકરે આ ઇનિંગમાં માત્ર 16.4 ઓવર ફેંકી અને 37 રનમાં નવ વિકેટ ઝડપી લીધી. આ દરમિયાન તેમણે ચાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને શૂન્ય અને પાંચ બેટ્સમેનને 10 રનના આંક સુધી પણ પહોંચવા ન દીધા. જેના કારણે ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 84 રનમાં જ પેવેલિયન ભેગી થઇ ગઇ.

બીજી ઇનિંગમાં મચાવ્યો આંતક
ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ફોલઓન રમવા પર મજબૂર કરી દીધું અને જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ ફરીથી બેટિંગ કરવા આવી તો લેકરે જાણે કે પોતાના બોલથી આતંક મચાવી દીધો. આ વખતે આખી ઓસ્ટ્રેલિયન ટીમ 205 રનમાં પેવેલિયન ભેગી થઇ ગઇ અને તમામ વિકેટ જિમ લેકરે લીધી હતી. એટલે કે 10 ખેલાડીઓને તેમણે આઉટ કર્યા હતા. તેમણે ઇનિંગમાં 51.2 ઓવર નાંખી હતી, જેમાં 23 મેડન ઓવર ફેંકી હતી, માત્ર 53 રન આપતા તેમણે 10 વિકેટ ઝડપી હતી.

કુલ 19 વિકેટ મેળવી
આમ ટેસ્ટ ક્રિકેટમાં તેમણે બન્ને ઇનિંગની થઇને કુલ 19 વિકેટ ઝડપી હતી અને આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ 170 રન અને ઇનિંગથી જીત્યું હતું. આ સાથે જ ઇંગ્લેન્ડની શ્રેણીમાં 2-1ની સરસાઇ મેળવી હતી.

કુંબલે પહોંચી ગયો હતો નજીક
ભારતના અનિલ કુંબેલેએ 1999માં પાકિસ્તાન વિરુદ્ધ દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનની બીજી ઇનિંગમાં 10 વિકેટ લેતા જિમ લેકરના એક ઇનિંગમાં સર્વાધિક વિકેટ લેવાના રેકોર્ડની બરાબરી તો કરી હતી, પરંતુ એક મેચમાં 19 વિકેટ લેવાના આ મહાન રેકોર્ડની બરાબરી કરી શક્યા નહોતા અને આ જ સુધી કોઇપણ આ રેકોર્ડની બરાબરી કરી શક્યું નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
