એડિલેડ ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિરાટ કોહલીએ ફટકારેલ સદીથી બનાવ્યા કેટલાય મોટા રેકોર્ડ
એડિલેડ ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોહલીએ ફટકારી સદી
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના બીજા વનડેમાં વિરાટ કોહલીએ કપ્તાની ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી જીત અપાવી. આ દરમિયાન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકાી હતી અને ટીમ ઈન્ડિયા માટે જીતની સ્ક્રિપ્ટ લખી. વિરાટ કોહલીએ 112 બોલનો સામનો કરતાં 104 નની ઉપયોગી ઈનિંગ રમી અને ભારતને સંકટથી બહાર કાઢ્યું. આ ઈનિંગમાં તેમણે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. વિરાટની આ સદીથી ભારતની જીતની સાથે વિરાટ કોહલીએ પોતાના નામે કેટલાય રેકોર્ડ નોંધાવી લીધા છે.

સચિનથી આગળ નિકળ્યો કોહલી
વિરાટ કોહલીની બેટિંગની સૌથી સારી વાત એ રહી કે ચેઝ દરમિયાન તેઓ મસ્ત બેટિંગ કરે છે. વિરાટ કોહલી અત્યારે સચિનથી તો આગળ છે જ સાથે બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારીને કોહલી આ મામલે સચિનથી એક ડગલું વધુ આગળ વધી ગયો. સ્કોરનો પીછો કરતા વિરાટ કોહલીએ 24 સદી ફટકારી છે જ્યારે સચિન તેંડુલકરે 17 સદી ફટકારી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલે 11 સદી ફટકારી છે અને શ્રીલંકન તિલકરત્ને દિલશાને પણ ચેઝિંગમાં 11 સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયામાં પાંચમી સદી
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ઓસ્ટ્રેલિયામાં જ રમતાં પાંચ સદી ફટકારી. સાથે જ તેઓ કુમાર સાંગાકારા અને રોહિત શર્માની બરાબર આવી ગયા છે. જ્યારે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ તેમની છઠ્ઠી સદી છે.

એડિલેડમાં વિરાટ કોહલીની ઈનિંગ
એડિલેડ વિરાટ કોહલીને વધુ પસંદ છે. તેમની ટેસ્ટ, વનડે અને ટી20ની ઈનિંગ પર નજર કરીએ તો તેના પરથી આવું લાગે છે. ટેસ્ટ મેચમાં કોહલીએ એડિલેડ પર પાછલી કેટલીક ઈનિંગમાં 116, 22, 115, 141, 3 અને 32 જ્યારે વનડેની ઈનિંગમાં 18, 15, 107, 104 રનની ઈનિંગ રમી જ્યારે ટી20માં કોહલીએ અણનમ 90 રનની ઈનિંગ રમી હતી.

કરિયરની 39મી સદી
ક્રિકેટના તમામ ફોર્મેટમાં સદી ફટકારવાના મામલામાં વિરાટ કોહલીએ સાંગાકાને પાછળ છોડી દીધો છે. સચિન તેંડુલકરે 782 ઈનિંગમાં કુલ 100 સદી ફટકારી છે જ્યારે રિકી પોન્ટિંગે 668 ઈનિંગમાં 71 સદી ફટકારી છે. કોહલીએ 501 ઈનિંગમાં 64 સદી ફટકારી છે. જ્યારે સાંગાકારાએ 666 ઈનિંગમાં 63 સદી ફટકારી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
