Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL બાદ કેન વિલિયમસન ODI વર્લ્ડકપમાંથી બહાર, સર્જરી બાદ મેદાન પર પરત ફરશે

આઈપીએલની શરૂઆતમાં જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કેન વિલિયમસનને હવે મેદાન પર પરત ફરવામાં ઘણો વધારે સમય લાગી શકે છે. હાલ ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્ટન રહેલા કેન વિલિયમસનની ઈજાએ હવે વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની મુશ્કેલીઓ વધારી છે. અહેલાવો અનુસાર, હવે કેન વિલિયમસન ઓડીઆઈ વર્લ્ડકપમાંથી પણ બહાર થઈ ગયો છે. આ વર્ષે તે ભારતમાં વર્લ્ડકપ નહીં રહી શકે.

Kane Williamson

અહેવાલો અનુસાર, ઘૂંટણની ઈજા બાદ વિલિયમસનને હવે સર્જરીની જરૂર છે. આવી સ્થિતિમાં તે લાંબા સમય સુધી મેદાનની બહાર રહેશે. વિલિયમસન IPLની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા વખતે ઇજાગ્રસ્ત થયો હતો.

હવે ઈજાગ્રસ્ત થયા બાદ કેન વિલિયમસન આઈપીએલ છોડીને ન્યૂઝીલેન્ડ ચાલ્યો ગયો છે. ન્યૂઝીલેન્ડમાં જ તેની સારવાર ચાલશે. સર્જરી બાદ રિકવરી માટે તેને લાંબો સમય લાગશે. આ સમય દરમિયાન વન ડે વર્લ્ડ હોવાથી તે નહીં રમી શકે.

અહીં તમને જણાવી દઈએ કે, આ વર્ષે ODI વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ન્યૂઝીલેન્ડ ટીમના કોચ ગેરી સ્ટેડનું કહેવું છે કે વિલિયમસન વર્લ્ડ કપ સુધી ભાગ્યે જ ફિટ થશે. આ પ્રતિક્રિયા પરથી સમજી શકાય છે કે વિલિયમસન માટે રમવું મુશ્કેલ છે.

વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થવું એ વિલિયમસન અને ન્યુઝીલેન્ડ બંને માટે માઠા સમાચાર છે. કેન વિલિયમસનનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આમાં તે સહારો લઈને ચાલી રહ્યો છે. વિલિયમસનનો જમણો પગ પ્લાસ્ટર છે. ચાહકોએ પણ તેની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X