IPL Final : આઈપીએલ ફાઈનલ માટે રિઝર્વ ડે રખાયો છે કે કેમ? જાણો શું છે નિયમ?
વરસાદે આઈપીએલ ફાઈનલ પર પાણી ફેરવ્યુ છે. અમદાવાદમાં દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં તમામ લોકો વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે જો વરસાદ બંધ નહીં થાય તો મેચનું શું થશે તેની ચર્ચા થઈ રહી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ધમાકેદાર આઈપીએલ ફાઈનલ માટે દર્શકો મેદાનમાં બેસીને વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે. સ્ટેડિયમમાં વરસાદને કારણે પીચ અને ગ્રાઉન્ડને કવર કરી દેવાયુ છે.

વરસાદ વચ્ચે જો મેચ નહીં યોજાય તો દર્શકો માટે સારા સમાચાર એ છે કે તે આવતીકાલે ફાઈનલની મજા માણી શકશે. આ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. આ સિવાય જો આજે 9.40 સુધીમાં મેચ શરૂ થશે તો એક પણ ઓવર નહીં કપાય.
વરસાદને લઈને ક્રિકેટ ફેન્સમાં નિરાશાનો માહોલ છે. ફેન્સ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા બાદ વરસાદે પુરી મજા બગાડી દીધી છે. પહેલા ગરમીમાં મેચની ટિકિટ માટે લાંબી લાઈનો અને હવે ટિકિટ મળ્યા બાદ હવે વરસાદે મજા બગાડી છે.
અહેવાલો અનુસાર, જો વરસાદના કારણે મેચ નહીં યોજાય તો ટેબલ ટોપર ગુજરાતને વિજેતા જાહેર કરવામાં આવશે. જો કે આવુ નહીં થાય. ટેબલ ટોપર્સ લીગ સ્ટેજ સુધી હોય છે પરંતુ પ્લેઓફમાં બન્ને બરાબર છે. આ સ્થિતિમાં બન્ને ટીમો વચ્ચે ટ્રોપી વહેંચાઈ શકે છે. આ સિવાય પાંચ ઓવરની મેચ યોજવા માટેનો કટ-ઓફ સમય 11:56 છે. આ રાતે 11:56 સુધી મેચ નહીં યોજાય તોબીજા દિવસે મેચ યોજાશે.
અહીં તમને જણાવી દઈએ કેે, ફાઇનલ મેચ વરસાદને રદ્દ થાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે. 2002માં કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમાઈ હતી. વરસાદના કારણે પ્રથમ દિવસે કોઈ રમત થઈ શકી ન હતી. બીજા દિવસે ફરીથી ટોસ કરાયો પણ વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ શકી નહીં. આ પછી બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. IPLમાં રિઝર્વ ડે છે. તેમ છત્તા કાલે વરસાદ આવશે તો બન્ને ટીમો વિજેતા જાહેર થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
