IPL Final : નાની ઉમરમાં શુભમન ગિલના નામે નોંધાશે મોટો રેકોર્ડ, આવુ કરનારો પહેલો બેટ્સમેન બનશે
રવિવારે વરસાદ વિલન બન્યા બાદ હવે ફેન્સ પ્રાથના કરી રહ્યા છે કે સોમવારે બધુ ઠીક રહે અને આઈપીએલનો ફાઈનલ મુકાલબો રમાય. ફેન્સની પ્રાથના સફળ રહી અને જો વરસાદ નહીં આવે તો ગુજરાત ટાઈટન્સનો સ્ટાર ખેલાડી શુભમન ગિલ મોટો રેકોર્ડ પોતાના નામે કરશે.
આઈપીએલ 2023 ગુજરાત ટાઈન્ટન્સ અને શુભમન ગીલના નામે રહી છે. આ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ 20 પોઈન્ટ સાથે સૌથી ઉપર રહી છે તો બીજી તરફ શુભમન ગિલે ત્રણ સદી અને ચાર અડધી સદી સાથે 851 રન ફટકારીને પર્પલ કેપ પોતાના નામે કરી છે.

હવે શુભમન ગિલના નામે એક મોટો રેકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે. ગિલ ઓરેન્જ કેપ જીતનારો સૌથી યુવા ખેલાડી બનવા ઝઈ રહ્યો છે. ઓરેન્જ કેપ હાલ પણ શુભમન પાસે છે અને ફાઈનલ મેચ બાદ તેને ઈનામ પણ મળશે.
ગિલ પહેલા આ રેકોર્ડ ઋતુરાજ ગાયકવાડના નામે છે. ઋતુરાજ ગાયકવાડે IPLમાં 24 વર્ષ અને 257 દિવસની ઉંમરમાં આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ યાદીમાં શોન માર્શ બીજા સ્થાને છે. તેણે 2008માં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
આ લિસ્ટમાં વિરાટ કોહલી પણ છે. વિરાટ કોહલીએ 2016માં 27 વર્ષ 206 દિવસની ઉંમરમાં ઓરેન્જ કેપ જીતી હતી. હવે શુભમન ટોપ પર પહોંચી ગયો છે. તેણે 23 વર્ષ અને 263 દિવસની ઉંમરે ધમાલ મચાવીને આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. ફાઈનલ બાદ પણ હવે કોઈ તેને પાર કરી શકે તેમ નથી.
જણાવી દઈએ કે, શુભમન ગિલે આ સિઝનમાં 16 મેચમાં 851 રન બનાવ્યા છે. તેને 3 સદી અને 4 અડધી સદી ફટકારી છે. આ લિસ્ટમાં ફાફ ડુ પ્લેસિસ બીજા સ્થાને છે અને તેને 14 મેચમાં 730 રન બનાવ્યા છે. ત્યારબાદ વિરાટ કોહલીનો નંબર છે. કોહલીએ 14 મેચમાં 639 રન બનાવ્યા છે. કોહલીએ બે સદી પણ ફટકારી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
