આ ખેલાડીઓએ કરી એવી કમાલ કે બની ગયા નાયક
નવી દિલ્હી, 26 મેઃ આઇપીએલની સાતમી શ્રેણીની લીગ મેચ ખતમ થઇ ગઇ છે અને શાનદાર પ્રદર્શન કરનારી ચાર ટીમો પ્લેઓફ માટે ક્વોલીફાઇ કરી ચૂકી છે. ક્રિસ લિન સહિત ચાર ખેલાડી એવા છે, જે વિકટ પરિસ્થિતિઓમાં જીત અપાવનારા નાયકના રૂપમાં ઉભર્યા છે. પ્લેઓફ સુધીનો સફર નક્કી કરી ચૂકેલી કેટલીક ટીમોએ જ્યાં દરેક ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું, ત્યાં કેટલીક ટીમો ખેલાડીઓના વિશેષ પ્રદર્શનની બદોલત ત્યાં સુધી પહોંચી શકી છે.
ક્રિકેટ આમ તો ટીમ દ્વારા રમાનારો ખેલ છે અને તેમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે ટીમના દરેક સભ્ય પોતાનું યોગદાન આપે, પરંતુ કેટલાક ખેલાડીઓ આઇપીએલ-7માં પોતાના જોરે પોતાની ટીમ માટે હારના મુખમાંથી જીત ખેંચીને લાવવાનો કારનામો કર્યો છે. તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ કેટલાક એવા ખેલાડીઓના વિસ્મયકારી પ્રદર્શન પર.

ક્રિસ લિન
શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં 24 એપ્રિલે રમાયેલી આઇપીએલ-7ની 11મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને અંતિમ ઓવરમાં જીત માટે નવ રનની જરૂર હતી, પરંતુ અંતિમ ઓવરની ચૌથી બોલ પર ક્રિસ લિને
ડીપ મિડવિકેટ પર બાઉન્ડ્રી રોપની ઉપર બેસીને પાછળની તરફ શાનદાર ડાઇવ લગાવી એબીડી વિલિયર્સનો કેચ પકડી લીધો. લિનનો આ કેચ નાઇટ રાઇડર્સ માટે નિશ્ચિત રીતે મેચ જીતાઉ સાબિત થયો.

સ્ટીવ સ્મિથ
અબુધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં 29 એપ્રિલે નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી આઇપીએલ-07ની 19મી મેચ ઘણી જ રોમાંચક રહી. આઇપીએલ-7ની અત્યારસુધીની એકમાત્ર મેચ રહી જેનો નિર્ણય સુપર ઓરમાં થયો. નિર્ધારિત ઓવર્સમાં સ્કોર ટાઇ રહ્યા બાદ સુપર ઓવરમાં રોયલ્સને જીત માટે અંતિમ બોલમાં ત્રણ રનની જરૂર હતી, પરંતુ આ બોલમાં બાઉન્ડ્રી ફટકારવાના બદલે સ્ટીવ સ્મિથે ચુતરાઇપુર્વક હળવા હાથે ગેપ કાઢીને બે રન લીધા અને સુપર ઓવરનો સ્કોર પણ ટાઇ કરી લીધો. સ્મિથ અને વોટ્સનને ખબર હતી કે સુપર ઓરમાં ટાઇ થતા તેઓ ચોક્કાઓની સંખ્યાઓની મદદથી જીતી જશે.

એબીડી વિલિયર્સ
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચાર મેના રોજ રમાયેલી 24મી મેચમાં રોયલ ચેલેન્જર્સને સનરાઝઇર્સ સામે અંતિમ બે ઓવરમાં જીત માટે 28 રનની જરૂર હતી. વિલિયર્સે આક્રમક વલણ અપનાવી 19મી ઓવરમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 24 રન બનાવી લક્ષ્યને આસાન બનાવી દીધું. અંતિમ ઓવરમાં ઇરફાન પઠાણે મિશેલ સ્ટાર્કની વિકેટ મેળવીને મેચને રોમાંચક તબક્કામાં મુકી દીધી, પરંતુ વિલિયર્સે પાંચમી બોલમાં ચોગ્ગો ફટકારીને ટીમને જીત આપવી હતી.

જેમ્સ ફોકનર
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 મેના રોજ રમાયેલી આઇપીએલ-7ની 35મી મેચ ઘણી જ રોમાંચક રહી. રોયલ ચેલેન્જર્સ તરફથી યુવરાજ સિંહે 83 રનની વિસ્ફોટક ઇનિંગ રમી રાજસ્થાન રોયલ્સ સામે જીત માટે 191 રનનો લક્ષ્યાંક મુક્યો. લક્ષ્યનો પીછો કરી રહેલી રોયલ્સને એક સમયે 4 ઓવરમાં 65 રનની જરૂર હતી અને ટોપ પાંચ બેટ્સમેન પેવેલિયન જતા રહ્યાં હતા. ક્રીઝ પર સ્ટીવ સ્મિથ અને ફોકનર હતા. સ્મિથ અને ફોકનરે તોફાની ઇનિંગ રમીને 17 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ટીમને જીત આપવી દીધી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
