IPL 2025 : મેગા ઓક્શનમાં આ ટીમોએ બોલર પર ખુબ રુપિયા ખર્ચ્યા, બની શકે છે સૌથી ઘાતક ટીમો

IPL 2025 : આઈપીએલ મેગા ઓક્શનમાં ટીમોએ સ્ટાર ખેલાડીઓ પર કરોડો રૂપિયા ખર્ચ્યા છે. જણાવી દઈએ કે, આ વખતે ઘણી ટીમોએ બોલિંગ ડિપાર્ટમેન્ટ પર વિશેષ ભાર મુક્યો છે.

આજે આપણે આઈપીએલ 2025 માં ઉતરનારી એવી ત્રણ ટીમોની વાત કરવાના છીએ, જે આ સિઝનમાં બોલિંગમાં ઘાતક સાબિત થઈ શકે છેે. તેમાં સામેલ બોલર આ ટીમોને ખતરનાક બનાવી રહ્યાં છે.

IPL 2025

ગુજરાત ટાઇટન્સ
ગુજરાત ટાઇટન્સે મેગા ઓક્શનમાં મોંઘી બોલી નથી લગાવી પરંતુ IPL 2025ની સૌથી મજબૂત ટીમોમાંથી એક મનાઈ રહી છે.

આ વખતે ફાસ્ટ બોલિંગની કમાન કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણા સંભાળશે તો ગેરાલ્ડ કોએત્ઝી અને અરશદ ખાન પણ ટીમમાં સામેલ છે. ગુજરાત પાસે પણ મજબૂત સ્પિન આક્રમણમાં રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર અને સાઈ કિશોર છે.

મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રીત બુમરાહને 18 કરોડ રૂપિયા ચુકવીને ટીમમાં સામેલ કર્યો છે. બુમરાહ MIના પેસ આક્રમણનું નેતૃત્વ કરશે તો ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર જેવા સ્વિંગ માસ્ટર ખેલાડીઓ ટીમમાં સામેલ છે.

આ સિવાય અફઘાનિસ્તાનના યુવા અલ્લાહ ગઝનફર સાથે તેના બોલિંગ આક્રમણને મજબૂત બનાવ્યું છે. સ્પિન બોલિંગમાં ગઝનફરની સાથે મિશેલ સેન્ટનર અને કર્ણ શર્મા છે. આ સિવાય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમનું સૌથી મજબુત પાસુ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદે બોલિંગ આક્રમણ પર વિશેષ ધ્યાન આપ્યુ છે. કેપ્ટન પેટ કમિન્સ સાથે મોહમ્મદ શમીની એન્ટ્રીએ ટીમને ઘાતક બનાવી દીધી છે. આ સિવાય હર્ષલ પટેલ હુકમનો એક્કો સાબિત થાય છે.

આ સિવાય ટીમમાં બ્રેડન કાર્સ, જયદેવ ઉનડકટ, સિમરજીત સિંહ અને શ્રીલંકન સ્ટાર ઈશાન મલિંગા સામેલ છે. સ્પિનની જવાબદારી રાહુલ ચહર અને એડમ ઝમ્પા પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X