IPL 2022 Final : ગુજરાતના બોલરો સામે રાજસ્થાન ઘુટણીએ, 131 રનનો ટાર્ગેટ!
ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે, જ્યાં 1.25 લાખથી વધુ ચાહકો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ઐતિહાસિક મેચના સાક્ષી બની રહ્યા છે.
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે, જ્યાં 1.25 લાખથી વધુ ચાહકો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ઐતિહાસિક મેચના સાક્ષી બની રહ્યા છે. આ મહત્વની મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ગુજરાત ટાઇટન્સ માટે તેના કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી રાજસ્થાનને ઘુટણીએ પાડી દીધુ છે અને 20 ઓવરમાં 9 વિકેટે 130 રન પર રોકી દીધી છે.

રાજસ્થાન રોયલ્સ ટીમ માટે યશસ્વી જયસ્વાલ (22) અને જોસ બટલરે (39) સંભાળીને દાવની શરૂઆત કરી હતી, પરંતુ યશ દયાલે ચોથી ઓવરમાં જયસ્વાલની વિકેટ લઈને પોતાની ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. જયસ્વાલના આઉટ થયા પછી સંજુ સેમસને (14) બટલર સાથે મળીને દાવને આગળ ધપાવ્યો અને પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 44 રન બનાવ્યા.
પાવરપ્લે પછી બટલરે ફર્ગ્યુસનની ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકારીને સ્કોરકાર્ડને ઝડપથી વધારવાનો પ્રયાસ કર્યો પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યાએ મેચ બદલી નાખ્યો. હાર્દિક પંડ્યાએ તેની 4 ઓવરના સ્પેલમાં માત્ર 17 રન આપ્યા અને રાજસ્થાન રોયલ્સના 3 મોટા બેટર્સને પેવેલિયન પરત મોકલી દીધા. હાર્દિક પંડ્યાએ સૌપ્રથમ સુકાની સંજુ સેમસન (14) ની વિકેટ લીધી અને 2009 પછી IPL ફાઇનલમાં સામનો કરી રહેલી ટીમના કેપ્ટનને પરત મોકલનાર બીજો કેપ્ટન બન્યો. હાર્દિક પહેલા આ કારનામું અનિલ કુંબલેએ કર્યું હતું.
સેમસન પછી હાર્દિક પંડ્યાએ જોસ બટલરને (39) સાહાના હાથે કેચ કરાવીને બીજો મોટો ઝટકો આપ્યો હતો, જ્યારે તેની છેલ્લી ઓવરમાં શિમરોન હેટમાયર તેના જ બોલ પર કેચ આઉટ થયો હતો અને તેના સ્પેલનો અંત આવ્યો હતો. હેટમાયર આ ઓવરમાં આઉટ થતા પહેલા હાર્દિક સામે સતત 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે હાર્દિક પંડ્યા IPL ફાઇનલમાં શાનદાર બોલિંગ કરનાર બીજો કેપ્ટન બની ગયો છે. અનિલ કુંબલેએ 2009માં ડેક્કન ચાર્જર્સ સામે રમાયેલી ફાઈનલ મેચમાં 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જ્યારે હાર્દિક પંડ્યાએ હવે 17 રનમાં 3 વિકેટ ઝડપી છે અને તે આ યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
