IPL 2021 : હર્ષલ પટેલના ખાતામાં સૌથી વધુ વિકેટ, આ છે IPL ના ટોપ 5 બોલર!
ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 નો ખિતાબ જીત્યો છે. ચેન્નઈ ચોથી વખત ચેમ્પિયન બની છે. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કયા ખેલાડીએ કેવું પ્રદર્શન કર્યું.
નવી દિલ્હી : ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 નો ખિતાબ જીત્યો છે. ચેન્નઈ ચોથી વખત ચેમ્પિયન બની છે. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કયા ખેલાડીએ કેવું પ્રદર્શન કર્યું. અનકેપ્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઝડપી બોલર હર્ષલ પટેલે આ સિઝનમાં 32 વિકેટ લીધી અને IPL 2021 માં પર્પલ કેપ મેળવી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બન્યો. 2012 માં IPL માં પદાર્પણ કરનાર હર્ષલે 15 મેચોમાં 32 વિકેટ લીધી હતી, જે ડ્વેન બ્રાવો સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝનમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ છે.

આઈપીએલના યુએઈ લેગમાં તેની 15 વિકેટ છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હેટ્રિકનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં હર્ષલનો ઇકોનોમી રેટ 7.12 હતો, જ્યારે ભારતની મેચમાં તેને 9.17 ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. હર્ષલ RCB કેપ્ટન વિરાટ કોહલી દ્વારા તેના પર મુકેલા વિશ્વાસ પર ખરો ઉતરવામાં સફળ રહ્યો છે. હર્ષલનું શ્રેષ્ઠ પ્રદર્શન 27 રનમાં 5 વિકેટ હતું.
આઈપીએલ 2021 માં 24 વિકેટ સાથે દિલ્હી કેપિટલ્સનો ઝડપી બોલર આવેશ ખાન બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આવેશ પહેલા ભૂતકાળમાં પણ નેટ બોલર રહ્યો છે અને 24 વર્ષની ઉંમરે તેના સારા ભવિષ્યની આશા રાખી શકાય એમ છે. મુંબઈ ઇન્ડિયન્સનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ત્રીજા નંબરે છે, જેણે 14 મેચમાં 21 વિકેટ લીધી છે. બુમરાહે 7.45 ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 36 રનમાં 3 વિકેટ હતું.
ચોથો બોલર ચેન્નઈ સુપર કિંગ્સનો શાર્દુલ ઠાકુર હતો, જેણે 16 મેચમાં 21 વિકેટ લીધી હતી. શાર્દુલે 8.80 ના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 28 રનમાં 3 વિકેટ હતું. પાંચમો બોલર પંજાબ કિંગ્સનો મોહમ્મદ શમી છે. શમીએ 14 મેચમાં 19 વિકેટ લીધી હતી. તેણે 7.50 ની ઈકોનોમી રેટથી રન આપ્યા હતા. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 21 રનમાં 3 વિકેટ હતું.
ઉલ્લેખનિય છે કે, આઈપીએલ 2021 ની ટ્રોફી ચેન્નઈએ કોલકત્તાને હરાવીને કબ્જે કરી હતી. હવે આઈપીએલ બાદ ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારત પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
