BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના સંક્રમિત, કોલકાતા હોસ્પિટલમાં દાખલ કરાયા!
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીનો કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટનને હળવા લક્ષણો સાથે કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીનો કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટનને હળવા લક્ષણો સાથે કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે ગાંગુલીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર્સ આ ક્રિકેટર સાથે કોઈ જોખમ લેવા માંગતા ન હતા અને તેથી સોમવારે રાત્રે તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ગાંગુલીને ઓમિક્રોન વેરિઅન્ટથી અસર થઈ છે કે નહીં તે જાણવા માટે વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે.

સોમવારે ગાંગુલીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર્સ આ ક્રિકેટર સાથે કોઈ જોખમ લેવા માંગતા ન હતા અને તેથી સોમવારે રાત્રે તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કર્યો. ગાંગુલીને ઓમિક્રોન વેરિઅન્ટથી અસર થઈ છે કે નહીં તે જાણવા માટે વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે.
બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, તેને ગઈકાલે રાત્રે વૂડલેન્ડ્સ નર્સિંગ હોમમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને દવા આપવામાં આવી છે અને હાલમાં હાલત સ્થિર છે. સૌરવ ગાંગુલીએ 24 ડિસેમ્બરે બંગાળી સુપરસ્ટાર અને TMC સાંસદ દેવની તાજેતરની ફિલ્મ ટોનિકના પ્રીમિયરમાં હાજરી આપી હતી અને નુસરત, યશ, બાબુલ સુપ્રિયો, TMC ધારાસભ્ય મદન મિત્રા વગેરે જેવી હસ્તીઓ સાથે જોવા મળ્યા હતા.
ગાંગુલીને આ વર્ષે જાન્યુઆરીથી ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ છાતીમાં તકલીફની ફરિયાદ બાદ તેમને બે વખત દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગાંગુલીએ કોરોનરી એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. 20 દિવસ પછી ગાંગુલીને ફરીથી છાતીમાં દુખાવો થયો, જેના કારણે 28 જાન્યુઆરીએ એન્જિયોપ્લાસ્ટીનો બીજો રાઉન્ડ કરવામાં આવ્યો. આ પ્રક્રિયા દરમિયાન બે ધમનીઓમાં બે સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા.
ગાંગુલીએ માર્ચમાં ફરી કામ શરૂ કર્યું હતું અને કોવિડ-19 સામેની રસીના બંને ડોઝ લીધા હતા. ગાંગુલી પ્રથમ વખત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ પહેલા તેના પરિવારના સભ્યને થોડા મહિના પહેલા કોરોના થયો હતો. તેના ભાઈ સ્નેહાસીશ ગાંગુલીને વર્ષની શરૂઆતમાં કોવિડ-19 થયો હતો. છેલ્લા એક કે બે અઠવાડિયામાં ભારતના વિવિધ ભાગોમાં કોવિડ-19 કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નવા કેસોની સંખ્યામાં નવા ઉછાળાને કારણે દેશભરના કેટલાક શહેરોમાં પ્રતિબંધોની ફરજ પડી છે. તાજેતરના કોવિડ કેસોમાં દિલ્હી અને મુંબઈ સૌથી આગળ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
