મલેશિયાને હરાવીને ભારતે હોકી એશિયન ચેમ્પિયન ટ્રોફી જીતી, 4-3 થી ભારતની જીત
હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ઇતિહાસ રચ્યોછે. આ સાથે ભારતે ચોથી વખત ટાઈટલ પોતાના કબ્જે કર્યુ છે. ચેન્નાઈમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતે 4-3 થી જીત મેળવી છે.
પ્રથમ ક્વાર્ટરમાં ભારત અને મલેશિયા વચ્ચે મજબુત ટક્કર જોવા મળી હતી પરંતુ નવમી મિનિટે ટીમ ઈન્ડિયા તરફથી ગોલ જોવા મળ્યો. ભારત તરફથી જુગરાજે પેનલ્ટી કોર્નરમાંથી ગોલ કરીને ટીમને લીડ અપાવી. મલેશિયા માટે 14મી મિનિટે અરઝાઈએ ગોલ કર્યો અને સ્કોર બરાબરી પર પહોંચાડી દીધો.

આ પછી પ્રથમ ક્વાર્ટર ડ્રો સાથે પુરૂ થયું પરંતુ બીજા હાફમાં મલેશિયા તરફથી આક્રમત રમત જોવા મળી. મલેશિયા માટે રહીમે 18મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો. મલેશિયાને 27મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો અને અમિનુદ્દીને તેને ગોલ પોસ્ટમાં મોકલીને ટીમને 3-1થી આગળ મોકલી દીધી.
હાફ ટાઇમ સુધીમાં સ્કોર 3-1 હતો અને ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર લડત જોવા મળી. લાગતુ હતું કે ભારતીય ટીમ મલેશિયા સામે હારી જશે. જો કે 44મી મિનિટે હરમનપ્રીતે ગોલ કરીને ભારત માટે 3-2 અને ગુર્જંત સિંહે બીજી જ ક્ષણે ગોલ કરીને તેને ત્રીજા ક્વાર્ટરના અંતે 3-3 પર બરાબરી કરી લીધી.
છેલ્લા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો. આખરે 56મી મિનિટે ભારતને સફળતા મળી. આ વખતે આકાશદીપે ગોલ કરીને ટીમને 4-3 ની સરસાઈ સુધી પહોંચાડીને ભારતને મેચમાં આગળ કરી દીધું. બીજી વખત ભારતે મેચમાં લીડ મેળવી અને આ સ્કોર સાથે ભારતે મેચ જીતી લીધી. આ પહેલા ભારતે 2011, 2016 અને 2018માં પણ ટાઈટલ જીતી ચુક્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
