મુંબઇ ટેસ્ટઃબીજી ઇનિંગમાં પણ ભારતનો ધબડકો, 117/7
મુંબઇ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે. ઇંગ્લેન્ડે ત્રીજા દિવસે શાનદાર પર્દર્શન કર્યું છે. બેટિંગમાં પીટરસન(186) અને કૂકે(122)ની ઇનિંગ બાદ બોલિંગમાં પણ પાનેસર અને સ્વાને તરખાટ મચાવ્યો છે. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 413 રન કરીને ભારત પર 86 રનની લીડ મેળવી હતી. જેનો પીછો કરતા ભારતના 7 ખેલાડીઓ માત્ર 117 રનમાં પેવેલિયન ભેગા થઇ ગયા છે. હાલ એકમાત્ર ગંભીર 53 રન પર રમી રહ્યો છે જેનો સાથ હરભજન સિંહ આપી રહ્યો છે. ઇંગ્લેન્ડના સ્પિન બોલર્સ પાનેસર અને સ્વાન સામે જાણે કે ધોનીના ધુંરધરો ઘુટણીએ પડી ગયા હોય તેમ એક પછી એક પેવલિયન ભેગા થઇ ગયા હતા. સેહવાગ નવ રન પર પાનેસરની બોલિંગમાં સ્વાનના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. જ્યારે પૂજારા છ રન પર સ્વાનનો અને સચિન 8 રન પર પાનેસરનો શિકાર બન્યા હતા. કોહલી 7 રન અને યુવરાજ 8 રન પર આઉટ થયા છે. ધોની છ રન પર અશ્વિન 11 રન પર પાનેસરનો શિકાર બન્યો હતો. પાનેસરે પાંચ અને સ્વાને બે વિકેટ ઝડપી છે. જ્યારે 31 રનની લીડ મેળવી છે.

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 413/10, પીટરસન અને કૂકની સદી
ભારતે પ્રથમ ઇનિંગમાં કરેલા 327 રનનો પીછો કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેટિંગ માટે ઉતરેલા કૂક અને કોમ્પટને ઇંગ્લેન્ડેને સારી શરૂઆત આપી હતી. બન્ને ભારતીય બોલર્સને પરેશાન કરી રહ્યાં હતા. ત્યાં જ ઓઝાએ પુનઃ પોતાની લયમાં આવતા કોમ્પટનને 29 રના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન ભેગો કરી દીધો હતો. જ્યારે ટ્રોટને સેટ થવાનો મોકો પણ ઓઝાએ આપ્યો નહોતો. કૂક 122 રને તથા બેઇરસ્ટ્રો 9 રને ઓઝાની ઓવરમાં ધોનીના હાથે ઝલાઇ ગયો હતો. ઇંગ્લેન્ડની પાંચમી વિકેટ પટેલના રૂપમાં પડી હતી તે 26 રન પર ઓઝાની ઓવરમાં કહોલીના હાથે ઝલાઇ ગયો હતો જ્યારે છટ્ઠી વિકેટ પીટરસનના રૂપમાં પડી હતી. તેની વિકેટ પણ ઓઝાએ લીધી હતી. તે 186 રન પર કેચ આઉટ થયો હતો અને પ્રાયર 21 રન પર રનઆઉટ થયો હતો. બ્રોડ છ રન પર એડરસન 2 અને પાનેસર 1 રન પર આઉટ થયા હતા. આમ ઇંગ્લેન્ડની ટીમ 413 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
ભારતનાં પ્રથમ ઇનિગમાં 327, પૂજારાના 135 રન
મુંબઇ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 327 રન બનાવ્યા છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારા અને આર અશ્વિને શાનદાર ઇનિંગ રમી છે. ચેતેશ્વર પૂજારાએ મુંબઇ ખાતેની ટેસ્ટમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખી ભારતની લાજ બચાવતા 135 રન બનાવ્યા છે. જ્યારે આર અશ્વિને તેને સારો એવો સહયોગ આપ્યો છે. બીજી તરફ ઇંગ્લેન્ડ તરફથી પાનેસરે પાંચ અને સ્વાને ચાર વિકેટ જ્યારે એન્ડરસને એક વિકેટ મેળવી હતી.
પહેલા દિવસના અંત સુધીમાં ભારતે છ વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની જોડી મેદાનમાં ઉતરી હતી. પ્રથમ ઓવરના બીજા બોલ પર જ આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસને ગૌતમ ગંભીરને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. ગંભીરે 1 ચોગ્ગાની મદદથી 4 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર 12 બોલમાં 8 રન બનાવી પેવેલિયન ભેગો થઇ ગયો હતો. વિરોટ કોહલી 19 રન બનાવી આઉટ થઈ ગયો છે. યુવરાજ સિંહ શુન્ય પર અને ધોની 29 રન પર આઉટ થયો હતો.
બીજા દિવસની ઇનિંગની શરૂઆત કરવા માટે ચેતેશ્વર પૂજારા અને આર અશ્વિન ઉતર્યા હતા. જો કે અશ્વિન 68 રન બનાવી પાનેસરનો શિકાર બન્યો હતો. જયારે હરભજન સિંહ 21 રન બનાવી સ્વાનનો શિકાર બન્યો હતો. એક છોડો સાચવી રહેલો પૂજારા સ્વાનની ઓવરમાં પાયરના હાથે 135 રન પર આઉટ થયો હતો, પૂજારા આઉટ થયાને થોડીકવારમાં જ ઝહીર ખાન 11 રન બનાવી આઉટ થતાં ભારતની પ્રથમ ઇનિંગ 327 રન પર સિમિત રહી ગઇ હતી.
બીજા દિવસના અંતે ભારત 327/10 અને ઇંગ્લેન્ડ 178/2
મુબંઇ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટનો બીજો દિવસ સમાપ્ત થઇ ગયો છે. ઇંગ્લેન્ડ તરફથી કૂક અને પીટરસન શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. બીજા દિવસે ભારતની પ્રથમ ઇનિંગ 327 રન પર સમાપ્ત થયા બાદ ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવામાં માટે ઉતરી હતી. તેણે બીજા દિવસના અંત સુધીમાં બે વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા છે. જેમાં કૂક 87 અને પીટરસન 67 રન સાથે રમતમાં છે. ભારત તરફથી એકમાત્ર ઓઝા સફળ બોલર સાબિત થયો છે. તેણે કોમ્પટેન અને ટ્રોટની વિકેટ ઝડપી ભારતને બે સફળતા અપાવી છે.
ભારતે પ્રથમ ઇનિંગમાં કરેલા 327 રનનો પીછો કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેટિંગ માટે ઉતરેલા કૂક અને કોમ્પટને ઇંગ્લેન્ડેને સારી શરૂઆત આપી હતી. બન્ને ભારતીય બોલર્સને પરેશાન કરી રહ્યાં હતા. ત્યાં જ ઓઝાએ પુનઃ પોતાની લયમાં આવતા કોમ્પટનને 29 રના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન ભેગો કરી દીધો હતો. જ્યારે ટ્રોટને સેટ થવાનો મોકો પણ ઓઝાએ આપ્યો નહોતો. હાલ કૂક 87અને પીટરસન 67 રન સાથે રમતમાં છે.
પ્રથમ દિવસના અંતે ભારત 266/6
પહેલા દિવસના અંત સુધીમાં ભારતે છ વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની જોડી મેદાનમાં ઉતરી હતી. પ્રથમ ઓવરના બીજા બોલ પર જ આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસને ગૌતમ ગંભીરને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. ગંભીરે 1 ચોગ્ગાની મદદથી 4 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર 12 બોલમાં 8 રન બનાવી પેવેલિયન ભેગો થઇ ગયો હતો. વિરોટ કોહલી 19 રન બનાવી આઉટ થઈ ગયો છે. યુવરાજ સિંહ શુન્ય પર અને ધોની 29 રન પર આઉટ થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
