IND vs SL: લો સ્કોરર મેચમાં ભારતની જીત, ભારતમાં શ્રેણી જીતવાનું શ્રીલંકાનું સપનું તુટ્યુ

પ્રથમ ઈનિંગ્સમાં બેટિંગ માટે ઉતરેલી શ્રીલંકન ટીમ 39.4 ઓવર જ રમી શકી અને માત્ર 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

કોલકત્તા : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેવી વન ડે સિરીઝની બીજી વન ડે મેચમાં ભારતે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યુ છે. કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં જીત સાથે ભારતે શ્રીલંકાનું ભારતમાં સિરીઝ જીતવાનું સપનુ તોડ્યુ છે. આ લો સ્કોરર મેચમાં ભારત તરફથી કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી.

IND vs SL

આ મેચની પ્રથમ ઈનિંગ્સમાં બેટિંગ માટે ઉતરેલી શ્રીલંકન ટીમ 39.4 ઓવર જ રમી શકી અને માત્ર 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બોલિંગમાં કુલદીપ યાદવે 3, મોહમ્મદ સિરાજે 3, ઉમરાન મલિકે 2 અને અક્ષર પટેલે 1 વિકેટ લઈને પુરી શ્રીલંકન ટીમને પેવેલિયન મોકલી દીધી હતી.

બીજી તરફ રનનો પીછો કરવા બેટિંગમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત પણ બહુ સારી નહોતી રહી. ટીમ ઈન્ડિયા શરૂઆતમાં જ લથડતી જોવા મળી હતી. ભારતે માત્ર 86 રનમાં પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલે ઈનિંગને સંભાળી અને પોતાની અડધી સદીની મદદથી ટીમને જીત અપાવી.

આ જીત સાથે ભારતે વન ડે સિરીઝ પણ પોતાના નામે કરી છે. આ જીત સાથે ભારતે શ્રીલંકાને ભારતમાં સિરીઝ ન જીતવા દેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. બંને વચ્ચે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 26 સિરીઝ રમાઈ છે. આમાંથી શ્રીલંકાએ એક પણ શ્રેણી જીતી નથી. ટીમ ઈન્ડિયાએ 26માંથી 22 સીરીઝ જીતી છે, જ્યારે બાકીની ચાર સીરીઝ ડ્રો સાથે સમાપ્ત થઈ છે. ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X