IND vs SA : ડીન એલ્ગરની સદીએ ભારતની મુશ્કેલી વધારી, બીજા દિવસે આફ્રિકાનું પલ્લુ ભારે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલા ટેસ્ટ મુકાબલામાં બીજા દિવસે ભારતનું ટેન્સન વધ્યુ છે. ડીન એલ્ગરની સદીએ આફ્રિકાને સારી સ્થિતીમા પહોંચાડી દીધુ છે.
સેન્ચુરિયન ટેસ્ટના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ 11 રનની લીડ મેળવી લીધી છે. ખરાબ લાઇટને કારણે ગેમ વહેલા રોકી દેવામાં આવી હતી.

આ સમયે સ્કોર 5 વિકેટે 256 રન હતો. એલ્ગર 140 રન બનાવીને ક્રિઝ પર છે અને યાન્સેન 3 રન બનાવીને રમી રહ્યો છે.
દિવસની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરી અને કેએલ રાહુલ વિસ્ફોટક ફોર્મ સાથે શાનદાર સદી ફટકારી. ભારતની માત્ર છેલ્લી બે વિકેટ બચી હતી અને રાહુલને સદી ફટકારવા માટે 30 રનની જરૂર હતી. કેએલ રાહુલે ઝડપી સ્કોર કરવાનો પ્રયાસ કર્યો અને તે સફળ રહ્યો.
કેએલ રાહુલે કેટલીક શાનદાર સિક્સરો લગાવીને પોતાની સદી પુરી કરી. સેન્ચુરિયનમાં રાહુલની આ બીજી સદી છે. આ પહેલા વર્ષ 2021માં પણ તેણે સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 245 રનના કુલ સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ. રબાડાએ 5 અને બર્ગરે 3 વિકેટ લીધી.
કાઉન્ટર ઇનિંગ્સમાં આફ્રિકન ટીમની શરૂઆત ખરાબ રહી. સિરાજે માર્કરમને વહેલો આઉટ કર્યો. માર્કરામ 5 રનના અંગત સ્કોર પર આઉટ થયો. આ પછી ડીન એલ્ગર અને ટોની ડીજ્યોર્જે સાથે મળીને મામલો સંભાળ્યો. બંને સ્કોરને 100ને પાર લઈ ગયા.
આ પછી બુમરાહે ભારતને બીજી સફળતા અપાવી અને ડી જ્યોર્જીને 28ના અંગત સ્કોર પર આઉટ કર્યો. થોડા સમય બાદ બુમરાહે નવા બેટ્સમેન કીગન પીટરસનને પણ આઉટ કર્યો. જો કે અહીંથી ફરી એકવાર આફ્રિકા માટે પાર્ટનરશિપ થઈ.
નવા બેટ્સમેન બેડિંગહામ અને એલ્ગર વચ્ચે સદીની ભાગીદારી થઈ. આ પહેલા એલ્ગરે પોતાની સદી પૂરી કરી હતી.
બેડિંગહામના બેટમાંથી અડધી સદીની ઇનિંગ્સ આવી. તે 56 રનના અંગત સ્કોર પર સિરાજના બોલ પર આઉટ થયો. વિકેટકીપર બેટ્સમેન કાયલ વેરેન લાંબો સમય ટકી શક્યો નહીં. તે 4 રનના અંગત સ્કોર પર પ્રસિદ્ધ કૃષ્ણના બોલ પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
