IND vs NZ : શ્વાસ થંભાવી દેનારા મેચમાં ભારતની 12 રને જીત, બ્રેસવેલની સદી એળે ગઈ
પ્રથમ મેચમાં ભારતે 12 રને જીત મેળવી છે. બેટીંગ માટે પહેલા મૈદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે 350 રનનો મોટો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડને આપ્યો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન ડે સિરીઝની પ્રથમ મેચમાં ભારતે 12 રને જીત મેળવી છે. બેટીંગ માટે પહેલા મૈદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે 350 રનનો મોટો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડને આપ્યો હતો. ભારત તરફથી શુભમન ગીલે બેવડી સદી ફટકારતા 208 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 337 રન જ બનાવી શકી હતી.

ભારતને વધુ એક વખત ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલેસારી શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે 60 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 34 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા બાદ વિરાટ કોહલી અને ઈશાન કિશન પણ અનુક્રમે 8 અને 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. જો કે ન્યૂઝીલેન્ડ હાવી થાય ત પહેલા શુભમન ગીલે તખરાટ મચાવ્યો હતો.
શુભમન ગિલે એક છેડો સાચવ્યો અને આ દરમિયાન સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા સાથે ઉપયોગી ભાગીદારી કરી. અહીં પંડ્યા વિવાદાસ્પદ રીતે આઉટ થતા ગિલે સદી પુરી કરી ધમાલ મચાવી દીધી હતી. ગિલે ફર્ગ્યુસનની ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકારીને પોતાની બેવડી સદી પુરી કરી હતી. ગિલે તેની ત્રીજી વનડે સદી અને પહેલી બેવડી સદી ફટકારતા 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 19 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. ટીમને 8 વિકેટે 349 રન સુધી પહોંચાડવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી.
ભારત તરફથી બોલિંગમાં સિરાજે ડેવોન કોનવેને 10 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. આ પછી શાર્દુલ ઠાકુરે ફિન એલનને 40 રને પેવેલિયન મોકલ્યો હતો. અહીં હેનરી નિકોલ્સ 18 અને ડેરીલ મિશેલ 4 રન બનાવીને આઉટ થયા હતા.
ખરાબ શરૂઆત બાદ ન્યૂઝીલેન્ડની ટીમે 131ના સ્કોરે 6 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે અહીંથી મિશેલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનરે સદીની ભાગીદારી કરી હતી. બ્રેસવેલે 57 બોલમાં સદી ફટકારીને એક સમયે ભારતને ટેન્શન આપી દીધુ હતુ. સેન્ટનર અડધી સદી બાદ આઉટ થયા બાદ ફણ બ્રેસવેલ ક્રિઝ પર રહ્યો અને તે છેલ્લી ઓવરમાં 78 બોલમાં 140 રન બનાવીને આઉટ થયો. આ રીતે ભારતીય ટીમે કિવી ટીમને ચાર બોલ પહેલા ઓલઆઉટ કરીને મેચ જીતી લીધી.ભારત તરફથી સિરાજે 4, કુલદીપ અને શાર્દુલે 2-2 વિકેટ લીઘી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
