IND vs AUS : છેલ્લા મુકાબલમાં ભારતનો 6 રને વિજય, સિરીઝ પર 4-1 થી કબ્જો કર્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા T20 સિરીઝના પાંચમાં મુકાબલામાં ભારતનો 6 રને વિજય થયો છે. આ જીત સાથે ભારતે 4-1થી સિરીઝ જીતી લીધી છે.
ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી ન રહી અને યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાી દીધી. આ પછી સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહ પણ સસ્તામાં આઉટ થઈ ગયા.

મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને જીતેશ શર્મા અને શ્રેયસ અય્યરનો સાથ મળ્યો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી થઈ. ઝડપી રમતા જીતેશ 16 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા.
શ્રેયસ અય્યરે એક છેડો સાચવ્યો અને આગળ જતા બીજા છેડે અક્ષર પટેલનો સાથ મળ્યો. અક્ષર પટેલે પણ ઝડપી બેટિંગ કરી અને 21 બોલમાં 31 રન બનાવ્યા. અય્યરે 36 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. જો કે બીજા જ બોલ પર તે 53ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. આમ ભારતનો સ્કોર 8 વિકેટે 160 રન સુધી પહોંચ્યો. બેહરનડોર્ફ અને દ્વારશુઈસે 2-2 વિકેટ લીધી હતી.
જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી. મુકેશ કુમારે 4 રનના અંગત સ્કોર પર ફિલિપની વિકેટ લીધી. ટ્રેવિસ હેડે પોતાનો આક્રમક ઈરાદો બતાવ્યો અને કેટલાક શાનદાર શોટ ફટકાર્યા. આ પછી તે રવિ બિશ્નોઈની બોલિંગમાં 18 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો.
આ પછી થોડી જ વારમાં બિશ્નોઈએ હાર્ડીને 6ના સ્કોર પર આઉટ કર્યો. મેકડર્મોટ અને ટિમ ડેવિડે ટીમને 100 પાર પહોંચાડી. આ પછી ડેવિડ 17 રન બનાવીને આઉટ થયો અને મેકડર્મોટ પણ ફિફ્ટી ફટકારીને 54 રને પેલેવિયન પરત ફર્યો.
આ પછી મુકાબલો ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલ બનતો ગયો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે પ્રયાસ કર્યો પરંતુ છેલ્લી ઓવરમાં 22 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી કોઈ રન ન થતાં ઓસ્ટ્રેલિયા દ8 વિકેટે 154 રન પર જ બનાવી શકી. આમ ભારતે 6 રને જીત મેળવી લીધી. ભારત માટે મુકેશ કુમારે 3 વિકેટ લીધી. અર્શદીપ અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ લીધી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
