IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે આ અગિયાર ખેલાડીઓ સાથે ઉતરશે ભારત, રોહિત સાથે ઓપનિંગમાં આ ખેલાડી ઉતરી શકે
રવિવારે વર્લ્ડ કપના મોસ્ટ ફેવરીટ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયાની ટક્કર થવા જઈ રહી છે. શુભમન ગીલની હાજરીમાં ભારત ઓપનિંગમાં કોને ઉતારે છે તેના પર તમામ લોકોની નજર છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023માં ફેવરિટ ટીમ માનવામાં આવે છે. આ વર્ષે આ બંને ટીમો હજુ સુધી વર્લ્ડ કપમાં એક પણ મેચ રમી નથી. ચેન્નાઈના મેદાન પર આ બંને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

હાલમાં જ ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની વનડે શ્રેણી ગુમાવી છે. બીજી તરફ ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી જોરદાર પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમે હાલમાં જ એશિયા કપ પોતાના નામે કર્યો છે.
ભારતે ફાઇનલમાં શ્રીલંકાને એકતરફી હરાવીને આ ટ્રોફી કબજે કરી હતી. એશિયા કપ જીત્યા બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચની શ્રેણીમાં હરાવ્યું છે. હવે ભારતની નજર વર્લ્ડ કપ પર છે.
અહેવાલો અનુસાર, રોહિત શર્મા વર્લ્ડ કપની ટીમમાં કોઈ ખાસ ફેરફાર નહીં કરે. શુભમન ગિલ પ્રથમ મેચમાં રમશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે. રોહિત શર્માએ કહ્યું છે કે, શુભમન ગિલને હજુ સુધી બહાર કરવામાં આવ્યો નથી અને તેના રમવા અંગેનો અંતિમ નિર્ણય ટોસ પહેલા લેવામાં આવશે.
રોહિત શર્મા ઉપરાંત પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના બેટમાંથી રનની અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયા સામે કોહલીનો રેકોર્ડ શાનદાર છે. વર્લ્ડ કપ જેવી મોટી ટુનાર્મેન્ટમાં વિરાટ કોહલીનું બેટ ધૂમ મચાવે છે. વિરાટ કોહલીના પ્રદર્શન પર લોકોની નજર રહેશે.
કેએલ રાહુલે એશિયા કપમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. રાહુલે એશિયા કપમાં પાકિસ્તાન સામેની પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને કેએલ રાહુલ પાસેથી મોટી અપેક્ષા છે. ભારતીય બોલિંગની વાત કરીએ તો જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ નવા બોલથી ભારત માટે તરખાટ મચાવી શકે છે.
પાવર પ્લે દરમિયાન જસપ્રીત બુમરાહ વિરોધી ટીમો માટે ઘાતક બોલર સાબિત થઈ શકે છે. બીજી તરફ મોહમ્મદ સિરાજ છેલ્લા કેટલાક સમયથી પ્રથમ 10 ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બંને બોલરો સિવાય ભારતને મિડલ ઓર્ડરમાં કુલદીપ યાદવ પાસેથી આશા છે.
કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયાને પોતાની સ્પિનની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ કુલદીપ યાદવ સામે સાવધાનીપૂર્વક રમવું પડશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, મિચ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિચેલ સ્ટાર્ક.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
