IND vs AUS Final : કોણ છે ગોલ્ડન બેટ અને બોલના દાવેદાર? ભારતના આ બે ખેલાડી ફેવરીટ
19 નવેમ્બરે યોજાનારી ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ફેન્સમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ પર ક્રિકેટના દિગ્ગજો પણ નજર રાખી રહ્યા છે.
ફેન્સને વર્લ્ડ કપની ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે. સેમીફાઈનલ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ફાઈનલમાં જીત માટે એડી ચોટીનું જોર લગાવશે.

ફાઇનલ મેચ જીતનારી ટીમને ICC દ્વારા વર્લ્ડ કપ અપાશે અને સાથે 40 લાખ ડોલર ઈનામ તરીકે આપવામાં આવશે. આ સિવાય સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ગોલ્ડન બેટ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને ગોલ્ડન બોલથી સન્માનિત કરવામાં આવશે.
વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં બેટથી રનનો વરસાદ કરી રહ્યો છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 711 રન બનાવ્યા છે. તેણે ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.
આ પહેલા સચિન તેંડુલકરે 673 રન બનાવ્યા હતા. પરંતુ વિરાટ કોહલીએ આ વર્ષે 10 મેચમાં 711 રન બનાવીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.
વિરાટ કોહલીને વર્લ્ડ કપની ફાઈનલ મેચ બાદ ગોલ્ડન બેટ એવોર્ડ આપવામાં આવશે એ નક્કી છે. અત્યારે વિરાટ કોહલીની આસપાસ બીજો કોઈ બેટ્સમેન નથી. આવી સ્થિતિમાં આ એવોર્ડ વિરાટ કોહલીનું નામ લગભગ નક્કી છે.
બીજી તરફ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પાસે ગોલ્ડન બોલ જીતવાની સુવર્ણ તક છે. શમીએ અત્યાર સુધીમાં 23 વિકેટ લીધી છે. જો કે, મોહમ્મદ શમીની પાછળ ઓસ્ટ્રેલિયન સ્પિન બોલર એડમ ઝમ્પાનું નામ છે. ઝમ્પાના નામે 22 વિકેટ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
