IND vs AFG: કોહલીની સદી અને ભુવીની 5 વિકેટ સાથે ભારતની 101 રનથી જીત!
એશિયા કપમાંથી બહાર થયા બાદ સવાલોથી ઘેરાયેલી ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. પહેલા બેટ અને પછી બોલથી ભારતીય ખેલાડીઓએ અફઘાનિસ્તાનને પછાડ્યુ હતું.
નવી દિલ્હી : એશિયા કપમાંથી બહાર થયા બાદ સવાલોથી ઘેરાયેલી ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. પહેલા બેટ અને પછી બોલથી ભારતીય ખેલાડીઓએ અફઘાનિસ્તાનને પછાડ્યુ હતું. ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવી એશિયા કપમાંથી વિદાય લીધી છે. ભારતીય ટીમે આ એક મેચ દ્વારા ટીકાકારોના મોં બંધ કરવાનું શાનદાર કામ કર્યું છે. 213 રનનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 111 રન જ બનાવી શકી હતી.

ભુવનેશ્વર કુમારની પાંચ વિકેટ
213 રનનો પીછો કરવા ઉતરેલા અફઘાનિસ્તાનના બેટ્સમેનો સામે ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરી હતી. ભુવીએ પોતાની ચાર ઓવરના સ્પેલમાં માત્ર 4 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે મેડન ઓવર પણ ફેંકી હતી. તેની પહેલી જ ઓવરમાં ભુવીએ હઝરતુલ્લા જઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

ભારતીય બેટ્સમેનોએ દમ દેખાડ્યો
આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ માત્ર 61 બોલમાં 200ના સ્ટ્રાઈક રેટથી 122 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન કેએલ રાહુલે પણ 41 બોલમાં 62 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. જ્યારે રિષભ પંતના બેટથી 16 બોલમાં 20 રન થયા હતા. ભારતે અફઘાનિસ્તાન સામે 213 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.

ભારત એશિયા કપમાંથી બહાર થઈ ગયું છે
ભારતીય ટીમ એશિયા કપની ફાઈનલમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે. પાકિસ્તાન અને શ્રીલંકાના હાથે હાર સહન કર્યા બાદ ભારતીય ટીમ માટે ફાઇનલમાં પહોંચવું લગભગ અશક્ય હતું. એશિયા કપ 2022માં શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમો 11 સપ્ટેમ્બર રવિવારે ફાઇનલ મેચ રમશે. આ બંનેમાંથી વિજેતા ટીમ એશિયા કપની ચેમ્પિયન બનશે.
-
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
