T20 વર્લ્ડકપમાં બોલિંગમાં અશ્વિનનો કોઈ મુકાબલો નથી, આ છે ભારતના ટોપ 5 બોલર!
ક્રિકેટના મહા મુકાબલા એટલે કે ટી20 ક્રિકેટ વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ભારતીય ટીમ પણ સજ્જ છે. બેટ્સમેનોની રમત ગણાતા ટી20 ક્રિકેટમાં ભારતીય બોલરો પણ પાછળ નથી.
નવી દિલ્હી : ક્રિકેટના મહા મુકાબલા એટલે કે ટી20 ક્રિકેટ વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ભારતીય ટીમ પણ સજ્જ છે. બેટ્સમેનોની રમત ગણાતા ટી20 ક્રિકેટમાં ભારતીય બોલરો પણ પાછળ નથી. અત્યારસુધી યોજાયેલા ટી20 વર્લ્ડકપમાં આર અશ્વિને ભારત માટે સૌથી શાનદાર પ્રદર્શન કર્યુ છે. અશ્વિન સિવાય ભારતના આ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યુ છે.

આર અશ્વિન
રવિચંદ્રન અશ્વિન 2007થી મેદાન પર છે. તે અત્યારસુધીમાં વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી છે. તેને વર્લ્ડકપની 18 મેચમાં 26 વિકેટ લીધી છે અને 6.01 ની ઈકોનોમીથી રન આપ્યા છે.

રવિન્દ્ર જાડેજા
ભારત તરફથી બીજો સૌથી સફળ બોલર રવિન્દ્ર જાડેજા છે. જાડેજાએ 22 મેંચમાં 21 વિકેટ લીધી છે અને 7.14ની ઈકોનોમીથી રન આપ્યા છે.

ઈરફાન પઠાણ
આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ છે. ઈરફાન પઠાણે 15 મેચમાં 16 વિકેટ લીધી છે અને 7.46ની ઈકોનોમી રેટથી રન આપ્યા છે.

હરભજન સિંહ
આ લિસ્ટમાં ભારતના ગુગલી સ્પેશ્યાલિસ્ટ સ્પીનર હરભજનસિંહનું નામ પણ છે. હરભજન 19 મેંચ રમ્યો છે અને તેણે 16 વિકેટ લીધી છે. આ સિવાય 6.78 ની ઈકોનોમીથી રન આપ્યા છે.

આશિષ નહેરા
આ લિસ્ટમાં પાંચમું નામ આશિષ નહેરાનું છે. આશિષ નહેરા વર્લ્ડકપમાં 10 મેચ રમ્યો છે અને 6.89ની ઈકોનોમીથી રન આપ્યા છે. નહેરાએ કુલ 15 વિકેટ લીધી છે.












Click it and Unblock the Notifications
